Get The App

વાચકની કલમ .

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
વાચકની કલમ                                                   . 1 - image

પ્રિત કાન્હાની

હતી  દુ:ખ ની વેળા  તે એવી....

આમ ક્યાં કોઈને કહેવી....

જિંદગીના  જરાક 

વિચારથી લાગણી  છે.

આમ  ક્યાં કોઈને કહેવી....

પ્રિત હતી   નહીં!  છે કાન્હાની.....

એ  શમણાંની  રાહ હું જોઈશ હવે....

આ જન્મને  પુર્વજન્મની 

શું વાત  તાલાવેલી

આમ ક્યાં કોઈને કહેવી....

જ્યારે  સમજાશે  મારો સ્નેહ ત્યારે....

દુર  દુર સુધી બસ યાદો માં જ તું

રહીશ હવે....

આમ ક્યાં  કોઈને કહેવી....

આમ તો રાધા છે કાન્હા સંગ 

વગરની આમ ક્યાં કોઈને  કહેવી....

દામોદરા મિનાક્ષી  

તું વ્યસ્ત રહે 

તું કાયમ  મોબાઈલમાં વ્યસ્ત રહે.

મિત્રોને તું કોલ મેસેજથી સમય આપે.

ઘરેથી  નીકળવાનું  હવે તને બહાનું મળે

નોકરીના સ્થળ પર તું ના પણ મળે

ક્યાં જાય છે શું કરે છે એ તો ખબર પડે

અંગત મિત્રો   સાથે  તું બહાર  જલસા  કરે

વ્હેમ  છે હું  ક્યાં જાઉં છું એ કોઈ ના જાણે

તું રોજ  બહાર જાય પાડોશી  તો બધુ જાણે

મોજશોખ  કાજે તું મિત્રો 

બદલીને  જલસા કરે

સહેલીઓથી  વાંકુ પડે ત્યારે  

તારી આંખ ખૂલે.

મને  કાઢી  મૂકશે આ ડર 

સતાવે છે  તને

બાંધછોડ  ના કરીએ ત્યારે  

મતભેદ તો પડે.

આકાશ... સ્વચ્છંદી  

સહેલીઓ  સાજનથી  દૂર રહે

જૂઠ અહંકારને  ચાલાકી  

એક 'દિ જુદા કરશે તને

કિરણભાઈ  આર. પંચાલ 

(વડોદરા)

પરેશાની

નહોતી કોઈ આગમનની ઈચ્છા તો

ઇંતજાર અમને કરાવ્યો શું કામ ?

નીંદર અમારી કરીને હરામ

રાત-દિન કહો જગાડયો શું કામ ?

ભરપૂર ભરી હતી સ્નેહની સરિતા

બતાવી મૃગજળને તરસાવ્યા શું કામ ?

લબો સુધી લાવીને લેવો હતો પરત તો

પ્રેમનો પ્યાલો છલકાવ્યો શું કામ ?

ઉર સુધી લાવીને બળવો એને પાછો તો

પ્રેમના પ્રવાહને પલટાવ્યો શું કામ ?

મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)

મસ્તીની મોજ માણી લેવા દેજો

મારી જિંદગીની  મસ્તી મોજ

માણી લેવા દે, ને, થોડું  એવું

જીવીને ઝાઝું  એવું માણી લેવા દે ને

થોડીક  એવી છે જિંદગીની ઘટમાળ

એમા હંસી  ખુશીનો  ખજાનો

ભર્યો  છે વિશાળ, કોની ખાતર

મુકતો જાઉં?

હરખને હૈડે વાયરી લેવા દે, ને

થોડીક એવી બચી છે મારા મનડાની

મનોકામના,  એમાં હવે રહી નથી,

કોઈ ખોટી જંખના, જિંદગીના

ડૂબેલા વ્હાણને,

કિનારે  ચડાવી લેવા દેને,

થોડીક એવી લખી- લેવા દે ને

જિંદગીની ડાયરી,  એમા રહી નથી

કોઈના જીવનની  શાયરી

સ્વપ્નાની  ચાંદનીમાં

આકાંક્ષાની વાંસળી વગાડી લેવા દેને

ખાલી  હાથે આવ્યા ને, ખાલી  હાથે

પાછા વળી જવાના, કાચલિયા કહે

એકવાર જિંદગી નો સૂરજ, ડૂબી

ગયા પછી, ફરી 

ઉગવાનો નથી

દુનિયા માને 

કે ન માને?

મસ્તીની  

મોજ માણી 

લેવા દે ને

નવીનચંદ્ર રતિલાલ (નવસારી- કાચલિયા)

સંવાદ

મનગમતો સંવાદ થયો તો 

ઊછળી લીધુંત  

મૌનનો દિરયો પાર 

થયો તો ઊછળી લીધું!

સાત સૂરોએ એકલતાને 

દઈ દીધું આહ્વાન, 

આજ હૃદયની પવિત્રતાનું 

કરવું જ છે સન્માન. 

સાજ સહિત શણગાર 

થયો તો ઊછળી લીધું!

જ્યોત પ્રગટ કરવામાં 

જીવન ગાળ્યું, પણ ના ફાવી. 

ચિનગારી માટે મન ખૂબ 

જ ચાલ્યું,  પણ ના ફાવી. 

તણખો આપોઆપ થયો, 

તો ઊછળી લીધું.

મનગમતો સંવાદ થયો 

તો ઊછળી લીધુંત

મૌનનો દિરયો પાર થયો 

તો ઊછળી લીધું!

નેહા પુરોહિત

અધૂરી કવિતા

લખી કવિતા, અફસોસ લાગી અધૂરી

પણ કોઇની થઇ છે ક્યારેય પુરી? 

માણસ ની પણ જોને ઈચ્છા રહે અધૂરી, 

અમ કવિતા મધુરી 

તો યે દેખાય અધૂરી.

કવિતા પણ છે માણસ જેવી

ગુણ દોષો થી ભરપૂર ભરેલી,

સોનાને પાયે હશે તાંબાની પનોતી

એટલે જ લાગે છે કવિતા સાવ અધૂરી.

હોય કોઇની આંખો કાળી ને ભૂરી 

પણ કવિ લખી બનાવે એને કસ્તુરી, 

જ્યારે પડતો હોય આકરો તડકો 

કવિ ને હૈયે તો યે આવે ઉમળકો.

વાપરે ગળચટા 

શબ્દો સાથે ભાષા તૂરી 

તો યે લાગે કવિતા રહી ગઈ અધૂરી, 

લખતા લખતા નથી ધરવી હવે સબૂરી 

ભલે મધુર કવિતા 

લાગે મનમાં અધુરી.

શ્યામ  મારી લાગણીઓની કેવી 

મજબૂરી મારી જ કવિતા કેમ 

બધાને લાગે અધૂરી?

ઘનશ્યામ  વ્યાસ  'શ્યામ'

તુલસીના  જેવું   પાવન લાગે

(કાવ્યાધારા)

મારાં સાજનનું  આંગણું  

તુલસીના  જેવું પાવન લાગે,

મહેકતાં  આલમે  ખુશી 

આનંદમાં  એમ મનભાવન  લાગે.

બહું જ પવિત્ર  

પવિત્રતાનું  આંગણું,

તુલસીના જેવું 

રોમાંચક ઉપવન લાગે.

મારાં સાજનનું આંગણું   

તુલસીના જેવું પાવન લાગે

તુલસીનાં પાંદડે પાંદડે  

તારાં ઘરનું રૂપ રળિયામણું.

ઉઠે તરંગો, તમતમતાં  અલબેલી,

મારાં સાજનનું  આંગણું 

તુલસી જેવું  વિશાળ દિલ લાગે,

ઘર પર આગમન  થતાં  

તુલસી સમુ સ્વાગત આંગણે

તુલસી જેમ આપણાં  

આંગણાની  પ્રેમભાવી,

ભક્તિભાવી  તુલનામાં 

રહે  હરિશમણામાં,

મારાં સાજનનું  આંગણું પણ 

મોહિત  કરી જાય,

પ્યારા સાજનના  દિલે મધુવન 

મધુર દીઠે ને,

મારાં  સાજનનું આંગણું 

તુલસીના જેવું પાવન લાગે,

તુલસી ક્યારે  ગરમી ફેલાવે 

સાજન ઘરે ઉપમા રોશન લાગે.

રહે ખુશનુમા અનુપમ કિર્તી  

તુલસી કેરી,

મારાં  સાંજનના દિલે  મધુવન  

મધુર દીઠે ને,

મારાં સાંજનનાં  

આંગણે સૌભાગ્ય દીપે,

મારાં સાજનનું  આંગણું 

તુલસીનાં  જેવું પાવન લાગે,

તું જ મારો સ્વામી પવિતપાવન 

મહેકતું  જીવન  જીવે.

હિતેશ આર પટેલ 'સાવન' (બારડોલી)