માધા
વનરાવનની કુંજ ગલી
શીતલ છાંયડા કદમના
છાંડી શીદને ચાલીયો
અમ આતમ પ્રેમ ને તું - માધા?
તજિયાં પીળાં પીતામ્બર
વળી પહેર્યાં જરકસી જામા
વિરહે, વરણાગી સૂર વાંસળીના
શામે ધર્યું સુદર્શન માધા
રડતી રાધા વન વગડે
ગાંગરતી ગાવડીઓ ગોંદરે
સીસકતા સઘળા સખા
કેમ કઠણ તયો તું - માધા?
રડતાં નીર જમના તણાં
થંભ્યો જળનો કલશોર
હૃદીયો રડે ને ભીતર જલે
આંખ કોરી કેમ તારી - માધા?
ગોવાળ, ગોપી,
ગોરસ, ગાગરો
સુમસામ ગોકળીયું ગામ
દુ:ખ અમારું અતિ દોહ્યલું
દીસતું જ નથી તને કેમ - માધા?
વિરહ વેદના એ વાચા હણી
નીંદરડી પણ વેરણ બની
ફરિયાદમાં ય તારી યાદ છે
યાદ અમોને પણ કરે છે - માધા?
હરીશ પ્રજાપતિ (આણંદ)
'મળે'
થોડું ય મળે અને જાજુ પણ મળે
સંતોષ હોય ત્યાં સઘળું મળે
ઇચ્છા ભલે કરો મીઠાશની સદા
પણ સત્ય હોય તો કડવું પણ મળે
દેખાય જે સુસ્ક ઉપવનમાં
એ પાનખર મટીને લીલું પણ મળે
આધાર છે બધો મનના વિચાર પર
સવળા નસીબમાં અવળું પણ મળે
છે પ્યાસ કેટલી એ જાણ્યા પછી
એ અનહદ મળી શકે કે ટીપું ય મળે
ભરપૂર ઊંગમાં આવે નહીં
જાગી ગયા પછી સ્વપ્નુ ય મળે
એવું પણ બને કે જ્યાં હોય અનગમો
ત્યાં પુષ્પ એક દિન ગમતું પણ મળે
જીવાતી જતી જિંદગીની ક્ષણોમાં
વિરહ વેદના પણ મળે
મીઠી યાદ અથવા ખરી ગયેલા
આંસુ પણ મળે
વહી જતી જિંદગીની કોઈ ક્ષણે
કોઈનો પ્યાર મળે અથવા
નફરત પણ મળે જિંદગી
જીવનનો સરવાળો
કડવું, મીઠું, ગમતું ન ગમતું
સઘળું મળે
હે માનવી જાગ જીવનયાત્રામાં
મળતી દરેક વસ્તુને સત્યમાં
સમાવી લે અને સુખ દુ:ખની
ઘટમાળામાં જીવાતી જીવનની
ક્ષણોને કુરબાર કરી દે
શબ્દો મારાં સાંભળી
વાહ વાહ તો સહુ કરે
પણ મારું મૌન સાંભળે એવું
કોઈ એક મળે તો મારી સફળ
જિંદગી મનથી માનેલી મળે કે
જેમ કે કમોસમી કંકોડામાં સ્વાદ નહીં
મીનાક્ષી દેસાઈ (વડોદરા)
ખાલીપો
જીવતરના મધ્યાહ્ને આવેલો
આ ખાલીપો ક્યાં જઈ અટકશે
હું જાણું ના
હતું જીવન ભર્યું-ભર્યું ને
ક્યાંથી વારે ચઢ્યો આ ખાલીપો
હું જાણું ના
જગ-ભિયંતા એવી હાબડી ખોલ
જીવતર હર્યું-ભર્યું થઈ જાય
ને નીકળી જાય બધોય ખાલીપો
હું જાણું ના
તુષાર દેસાઈ (અમદાવાદ)
હોળી
હોળી ખેલીશ તો તારી
સાથે બીજી સાથે નહીં
હાથમાં રંગ લઈને આવીશ
હું ભરીશ તારા ગુલાબી ગાલને
હાથમાં પીચકારી લઈને આવીશ
ભરીશ તારા તનબદનને
કેશુડાના રંગથી ભીંજવીશ
તારા રુપ-રંગને
અબીલ લઈને આવીશુ હું
ભરીશ તારા સુંદર મજાના મુખડાને
ગુલાબી ગુલાલથી રમીને ભરીશ
તારા રૂપાળા ગાલને
ગુલાબી ગુલાલ છાંટીને ભરીશું
એક બીજાના કપડાને
પાણીથી ભરેલી ડોલમાં રંગ
નખીશ હું કેશરીયાનો
તારી સાથે પુરા રંગથી
રંગાઈ જાઈશ નહીં ત્યાં સુધી હું હોળી
ખેલવાનું છોડીશ નહીં
ભાવેશ ડી. વસવેલિયા (જેતપુર)
સલાહ
જિંદગીની આ
અમૂલી પળો
વેડફી ક્યાં અરે!
તું જ ચક્ષુના પડળો રહેશે
જ બંદ કે ઉઘડશે હવે?
તું જ ટેક સૂની પંથે
અટૂલો દોડવાની આ
પણ ક્યાં કબર છે તને
ભોમિયા વિના ભમીશ ક્યા?
અનંત આ સંસારમાં
સંગાથ વિના રહ્યો કોણ?
અજ્ઞાાત આ અંધકારમાં
દીવા વિના ભમ્યો કોણ?
ભલે રહ્યો તું દીવાનો
ભલે તું જ રાહ ન્યારા
નનવ તૂટશે મિત્રતાના
પ્રેમતણા આ તાર અમારા
ભલે ભૂલે અમ સાથને
ન ભૂલતો તું જ રાહને
'નિર્લેપ'ની આ મામૂલી
માનજે તું સલાહને
નિરંજન જે શાહ 'નિર્લેપ'
(પંચમહાલ)
ખબર પડી..
આવે ઝુલ્ફો હાથોમાં
તો હવાની ખબર પડી
હોઠો પરની હસીને તારા
શરમની ખબર પડી
દર્દી દીલનું કાંઈ હળવું
કરીએ આવી જાય તું તો
ધબકારને પણ તારા હાજર
હોવાની ખબર પડી
સમય સરી ગયો આમ
કાંઈ થઈ ના શક્યું આમ
સવારે વીતી ગઈ ને સાંજ
આવ્યાની ખબર પડી
ઠંડી લહેરોએ પણ આજે
દઝાડયો મને એ રીતે
ગાલે લગાડયો હાથ ને
દાહની ખબર પડી
આંસુઓ આંખમાં
આમ જ રોકાઈ ગયા
કોઈ મળે સ્વજન તો
આવવાની ખબર પડી
એક સફર હવે પતવાને
આરે છે 'અનિલ'
ફૂલ ખરી પડે તો કરમાઈ
જવાની ખબર પડી..
અનિલ શાહ (પૂના)
ગઝલ
નયનનાં કોડિયા કોરા કિધા
ભીતરના ભરમ ભૂલી બેઠા
ભલે દીપક ઝળહળે ચારેકોર
અમે નયનના નૂર ગુમાવી બેઠા
હૈયેથી જેને ભિંજવી બેઠા
એજ હૈયાને કોરા કરી બેઠા
ભૂલ ભૂલામણીને છે રમત
અરે! પ્રભુ સાથ કાં છોડી બેઠા
મહેકતા, ચહેકતા આ બાગમાં
વેરાન રણકાં પાથરી બેઠા
કુમુદ બ્રહ્મભટ્ટ (નડિયાદ)
નિષ્ફળ
ભીજાવું તો હતું ઘણું,
રે! તમે વરસ્યાં નહીં...
તપ તો કર્યું હતું ઘણું,
રે! તમે તો ફળ્યાં નહીં...
બારણું ખોલ્યું ઘર તણું...
રે! તમે તો પ્રવેશ્યા નહીં...
ઘેરી નીંદે જોયું એ શમણું,
રે! તમને તોય ભાળ્યાં નહીં...
છેવટ, સજાવ્યું વન નમણું,
રે! તમે તો ટહુક્યાં નહીં...
જસમીન દેસાઈ ''દર્પણ'' (રાજકોટ)
નહીં ફાવે
નહીં ફાવે, નહીં ફાવે,
એ સારી નરસી વાતો
કોઈ નહીં સમજાવે મારા
અંતરના આઘાતો
કોઈ વાતે નહીં ભૂંસાય
ભીતરની એ ભાતો
મનને કઈ રીતે સમજાવું
એ મસ્ત મુલાકાતો
સૂની થઈ ગઈ છે શર્વરી
સૂની રઢિયાળી રાતો
સંધ્યાને કેમ સમજાવું
હિમાંશુ નથી હરખાતો
કોને કેમ સમજાવું જગતની
જુદી જુદી જાતો
જાય એને જવા દીધું છે
શું કરવી જજબાતો
યાદ કરી લેને અમૃત તારી
કેવી હતી ઓકાતો
રમા વિના રેઢું થયું હૃદય
રેઢો થઈ ગયો નાતો
અમૃત શ્રીમાળી (મહેસાણા)


