Get The App

વાચકની કલમ .

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
વાચકની કલમ                                                   . 1 - image

એક વાત પુછું

નિ:સ્તબ્ધ અંધકારમાં એ 

પ્રશ્ન રઝળતો રહી ગયો

એક વાત પુછું? એમ કહીને 

ખુદ સળગતો રહી ગયો

હજી પણ પ્રત્યક્ષ સવારનો 

ધૂમ્મસ છલકાય છે

ભલે પરોક્ષ પણ હાજરી તમારી 

મલકાય છે

જોવા તમને આંખ પલકાય છે

જોઈ ખાલીપો આંખ જલકાય છે

આંખો એવી કે જોવાઈ જાય

નજર એવી કે જોવાઈ જાય

નજર એવી કે બંધાઈ જાય

દિવ્યતા એવી કે અંજાઈ જાય

અરે ના એ તો બસ ખોવાઈ જાય

રહેવા દો ઉધાર એક મુલાકાત આમ જ

સાંભળ્યું છે ઉધારવાળાને 

લોકો નથી ભૂલતા

હવે મારી આંખો દ્રષ્ટિનો 

પુલ ક્યાંય બાંધતી નથી

તમારી નજર સિવાય બીજી 

નજર છાજતી નથી

હતું પાસે મૃગજળ પાનારા નેક હતા

હતો 'વિશાલ' મેળામાં જોનારા 

એક હતા

વિશાલ દાફડા (અમરેલી)

સંબંધોની પરિભાષા

માણી લો અનેરા સંબંધો 

જિંદગીમાં, વિવિધ લાગણી તણા

બનાવી દો આ સંબંધોને 

મજબૂત, નિ:સ્વાર્થ સમર્પણથી

ભરી દો મીઠાશ સંબંધોમાં, 

વિવેક-વિચાર અને વાણીથી

થાય સંબંધોમાં સરવાળો કે 

ગુણાકાર થાય જિંદગીમાં

ફેલાવીએ સુવાસ સારા 

વર્તનની સિધ્ધિ કેરી સંબંધોમાં

પ્રદાન કરીએ આનંદ 

અન્યોને સમર્પણ થકી જિંદગીમાં

કરીએ આત્મિય  સંબંધોની આપ-લે, 

સહુ માનવીો સાથે

કરો રૂપાંતર નકાર 

વણલનું હકારમાં, 

નિભાવીએ સંબંધો

સર્જાય ક્યારેક 

બાદબાકી કે ભાગાકાર, 

કોઈના વર્તન થકી

સાધી દો અનૂકુલન ત્યાં સત્વરે, 

ટકાવી શકાય એ સંબંધો

કરો કદર અન્યોની અને 

બનાવીએ મજબૂત સંબંધો

ભૂલી જઈ બાદબાકી કે 

ભાગાકાર, લાગણીથી જોડીએ સંબંધો

ભળી જઈએ વિશાળ સાગરમાં 

સરિતા બની જઈ જિંદગીમાં

દીપક મહેશચંદ્ર પંડયા 'સ્નેહ'

 (બીલીમોરા)

અધુરી ચાહત

ચાહત ભલે મારી અધુરી રહી ગઈ

પણ ઓછા શબ્દે પ્રેમ બહુ કરીને ગઈ

સાથે વિતાવેલી પળો ભૂલી ગઈ

અને છતાં એકાંતમાં રડતી ગઈ

તારા ગયા પછી જિંદગી સુની થઈ ગઈ

તો પણ કેમ હું જીવતી ગઈ

પલ પલ તારા પ્રેમનો  અહેસાસ કરતી ગઈ

સાથે ન જાણે કેમ તને દૂર કરતી ગઈ

તને ખોઈને શું ગુમાવ્યું છે 

મહેસુસ કરતી ગઈ

તારી બેહિસાબ યાદો આમ 

જ લખતી ગઈ

તારી સાથેની છેલ્લી મુલાકાત 

યાદ આવી ગઈ

આંસુથી ભરેલી આંખો મને 

ઘણું કહેતી ગઈ

આવી જ રીતે હું મારી 

કવિતા લખતી ગઈ

બસ કાગળ પર મારા દિલની 

વાત વહેતી ગઈ

પિન્કી પરીખ (અમદાવાદ)

કોને કહું?

સપના તારા લઈને હું સેજે સૂતો

આંખ ના મિંચાય તો કોને કહું?

વાટમાં ફૂલો બિછાવ્યાં છે ઘણાં

મહેંક ના પ્રસરાય તો કોને કહું?

જ્ઞાાનની લાણી કરવા ઊભો છતાં

કોઈ ના લઈ જાય તો કોને કહું?

બાગ આખો ફૂલોથી ભરપૂર છે

મધુકર ના મંડરાય તો કોને કહું?

નજર સામે સઘળી વસ્તુ છે છતાં

સ્પષ્ટ ના દેખાય તો કોને કહું?

મેં સંભળાવી દીધી દર્દીલી કથા

આંખ ના ભિંજાય તો કોને કહું?

યોગેશ આર. જોશી (હાલોલ)

મને કાપો નહીં

પ્રકૃતિના પાલવમાં રહેવા દો મને

કુદરતના ખોળે ખિલવા દો મને

આશરો છું હું ધોમધખતા ધૂપમાં

વિસામો છું હે મુસાફરના રસ્તામાં

હૈયાને હરખાવવા તનને ટાઢકવા

સંતોષનો ઓડકાર છું હું આપનો

વેદના ફક્ત એટલી જ છે કે

તમે મને કાપો નહીં તોડો નહીં

ઉપયોગી છું જન્મથી અંત સુધી

સંદેશો પહોંચાડો સૌના હૃદય સુધી

પ્રાણીઓના વિરામનું હું છું આશ્રય

કલરવ કરતા પક્ષીનું હું છું રહેઠાણ

ધરતીની શોભાને પર્યાવરણ રક્ષક છું

નાના-મોટા સજીવોનો સાથીદાર છું

વેદના ફક્ત એટલી જ છે કે

તમે મને કાપો નહીં તોડો નહીં

કામળીયા કાળાભાઈ 'ઝલક' (કોડીનાર)

ગઝલ

ના કહેશોના કોઈને પ્રિત અમે કીધી છે

અણજાણ, અણધારી રીત અમે કીધી છે

ભીતરની ઉદાસીને ખંખેરીને

આંગળી તમારી ઝાલી લીધી છે

જુલ્મો સહ્યા દુનિયાદારીના

લાચારી તમારી આંખમાં દિઠી છે

ખામોશ રહી આંખોએ ઘણું કહી દીધુ છે

તમારા શબ્દોમાંથી કવિતા નિસરી છે

ના પુછો કોઈને પ્રિત અમે કીધી છે

કોલ દિધા એ વાત ભૂલાવી દિધી છે

કુમુદ બ્રહ્મભટ્ટ 'પથ્થર' (નડિયાદ)

પ્રગતિનો પ્રવાસી

યે દુનિયા બડી અજીબ હૈ

માનવતા કા પાલન કરકે

સોચ સોચ કે કદમ ઉઠાયા(૨)

ફિર ભી ઠોકરેં નસીબ હૈ... યે દુનિયા

મિલઝૂલ કર સાથ રહના

હર કુટુંબ કી શાન હૈ

રાત દિન મહેનત કરકે (૨)

ગાવ મેં ઇજ્જત બઢાતી હૈ... યે દુનિયા

પઢાઈ કે દિન હો યા હો જવાની

મુશ્કેલીયોંકો દિમાગસે હટાના હૈ

 અલભ્ય સિદ્ધી પાકે હમને (૨)

વૈભવી જીવન સજાના હૈ... યે દુનિયા

કુટુંબ કી હર બાત કી સેવા

જીસ ઘરમેં રોજ હોતી હૈ

નશેવાલી કોઈ બાત ના સોચે(૨)

વો સબ ધરમ કે કરીબ હૈ... યે દુનિયા

કર્મ-અકર્મ કી બાત કો જાને

ત્યાગ ઔર સેવા કો અપનાયે

સુખમેં દુ:ખમેં મૌસમ સુહાના(૨)

ઉસ ઘરમેં સદાય રહતા હૈ... યે દુનિયા

પટેલ શાન્તિલાલ આર. (વડોદરા)

સાચો મિત્ર

સ્વાર્થ વગરનો મિત્ર હોય

તેના જેવું કોણ ભાગ્યશાળી હોય

પાપ કરતા અટકાવે ને

હિત માટે આગળ આવે

ગુપ્ત વાતોને ગુપ્ત રાખે ને

આફતને સુખદ પલટાવે

સ્વાર્થ, લોભ, પ્રતિષ્ઠાથી દૂર રહેને

સાચી સલાહ આપીને મદદ કરતો રહે

ભાવનાને દાનત સારી રાખેને

શીતળ છાયા પ્રદાન કરતો રહે

વાદવિવાદમાં કદી ન પડે ને

સુખ દુ:ખમાં ભાગીદાર બન્યો રહે

મૈત્રીને સ્વાર્થના ત્રાજવે ન તોળે ને

અણીના સમયે દોડતો આવે

તમે જેને ચાહો તે નહીં પણ

તમને જે ચાહે તે મિત્ર બને

તાળી મિત્ર 'રાજ' બની ન રહે પણ

સુખ દુ:ખમાં સાચો સાથીદાર બન્યો રહે

ઝાલા સુરસિંહ વીરાભાઈ 

'રાજ' (કોડીનાર)

પરણેતર

બોલે બોલે મોગરાના ફૂલ ઝરે

પગલે પગલે કન્કુપગલા ઝરે

પરણેતર ભૈ પરણેતર

મૈયરની પાલખી અળગી કરી

વાલાની વેલ ગમતી કરી

પરણેતર ભૈ પરણેતર

સૈયરોનો સથવારો વિસરી દીધો

નાની  નણદીનો હાથ ઝાલી લીધો

પરણેતર ભૈ પરણેતર

ઘૂમટામાં આખા ઘરની શરમ ભરે

વાલમ નિરખતા આંખડી ઠરે

પરણેતર ભૈ પરણેતર

કડવા ચોથના ઉપવાસ કરે

વટસાવિત્રીનું વ્રત આછરે

પરણેતર ભૈ પરણેતર

વરને જીવતરની ભેટ ધરે

ને સદા સોહાગણની આરઝૂ કરે

પરણેતર ભૈ પરણેતર

ગિરિશ મેસરિયા (ચરાડા)