Get The App

વાચકની કલમ .

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
વાચકની કલમ                                                   . 1 - image


જિંદગી

વહેતી રહેશે આ જિંદગી જેમાં,

સમયને ક્યાં કદી રોકાય છે.

આજ તારો તો કાલે મારો હશે, પરંતુ

સમય સૌનો બદલાય છે.

દેખાય  છે ક્યારેક  હસતો ચહેરોને

ક્યારેક આંખ છલકાય છે.

ક્યારેક જીવતા  હોઈએ ઘણું બધું

ને તોય મૌન સેવાય છે.

આવે કસોટીઓ જિંદગીની જ્યારે,

સંબંધો ત્યારે જ પરખાય છે.

મળ્યા સંબંધો ઘણાં જિંદગીમાં પણ,

દિલમાં કોક જ સચવાય છે.

દિપક મહેશચંદ્ર  પંડયા (બીલીમોરા)

નજરોના જામ

જિંદગી મેં રખા ભી ક્યા હૈ

હસતે રહો ગાતે રહો,

ખુશીયાં મનાતે રહો,

જિંદગી મેં બહાર,

આતી નહિ બાર બાર

મોકા એક બાર આતા હૈ

ફીર કભી નહિ આતે,

ફાયદા ઉઠાકર,

રુમઝૂમ નાચતે હુએ,

હીલા હો પુરા સંસાર.

રુઠી હુયી કલીયોં કો,

ફૂલ  મના રહે હૈ,

કૈસી હે યે ઉલ્ઝન?

આંસુ પોછને વાલે હમદર્દી

ક્યું નહિ હુએ તૈયાર?

દેખલે વખ્ત કે આગે

જમાના જૂક ગયા,

ના આગે મૂડે, ના પીછે મૂડે

સુલગતી હુયી દુનિયા કા

કિસ ને કિયા પલટવાર 

જિંદગી મેં રખા ભી ક્યાં હૈ?

કોઈ આતા હૈ કોઈ જાતા હૈ

જી ને,મરને, વાલો કો કહાની

લીખ ને વાલે સિર્ફ

એક સૃષ્ટિ કે સર્જનહાર.

નવીનચંદ્ર રતિલાલ (નવસારી)

તમારા ગયા પછી

તમારા ગયા પછી સહાનુભૂતિ 

દર્શાવી જ્યાં

મ્હોફાંટ તારીફ કરતું રહ્યું મિત્ર  

વર્તુળ જ્યાં

અજાત શત્રુ સમુ જીવન 

પ્રેરણાદાયી જગમાં

તમારા ગા પછી તન્હાઈઓ ગરકાવ છું

મારા જીવનને દિપાવવા 

કાજે આપનું માર્ગદર્શન

મને સુખ  સાહ્યબીના રાહબર  

સમા જ્યાં સફળતાઓ, સાહસ અને 

હિંમત આપનારા તમે...

ગુમરાહુ કરનારા તમને મળ્યા' 

તા જીવનપંથે

આદર્શોની મિશાલે આપ કઁઈક 

અલગ જ લાગ્યાં

આપના થકી મારી જીવનનૈયા 

રોજગારી કાજે સ્થિર જ્યાં

તમારા ગયા પછી જીમ્મેદારી 

વધી ગઈ ફલકે જ્યાં

આપની હયાતી જ અમારા 

માટે પ્રેરકસમી  જ્યાં

મતલબી, સ્વાર્થી જનની 

મનછાઓ  સાકાર કરી દીધી.

ફાની દુનિયામાં  આપ ક્યાં ગયા?   

તે સમજ નથી.

આપ જ્યાં હશો ત્યાં સલામત 

હશો એવો છો વિશ્વાસ

પરેશ જે. પુરોહિત (કલોલ) 

નજરોમાં જોઉં તમારી ત્યારે,

મદહોશ બની જવાય,

ભાન સઘળું જાય,

પાગલ બની સદાય,

બેહોશીમાં  ઢળી જવાય....

તમારી નજરો તો છે,

મારા દિલનો વિસામો,

હૃદયની ગાઢ શાતા,

દિમાગમાં અનંત રાહત,

તમે જરાય ના ઝબક્યો,

નયન મદમસ્ત તમારા,

તમારી નજરોના જામમાં,

ડૂબીને સદાય તરવાના....

નયનોના જામ રાખો

સદાય ભરેલા....

દેશે આશ જીવનમાં 

પી  પીને....

બિંદુ બનીને

પાંપણ પર લટકી જવાના.

ભારતી પી. શાહ (અમદાવાદ)

મોર બની

મુક્ત બની વિહરજે ગગન,

વાદળી અષાઢી મેઘ,

ખુદા તારી ઈનાયત રહી,

ગુલઝાર બની મ્હેંકી,

ટહુકી ગઝલ મોર બની,

શ્વાસ લીલાછમ ધબકે,

મ્ણેર્યા વસંત મારા આંગણે,

યાદના  ઉજાગરા રેશ્મી રૂમાલમાં.

બાંધ્યા હૈયાના  હરખથી અમે,

ટહુકી ગઝલ મોર બની.

શાંત વિસ્તરતી ચાંદની સાવ,

ભરતી- ચઢી પૂનમની આભ

થાય સ્પર્શ કોમળ હવાનો,

છલો-છલ સહિયર- ઊરના ઉમંગે

ટહુકી ગઝલ મોર બની.

ચૌધરી નારસિંગ આર.

(માંડવી-સુરત)

માનવીની કરુણતા 

આનંદ કિલ્લોલ કરતું પંખીઓનું ટોળું

મને દૂરથી જોઈને ઉડી ગયું

અને પેલા  કાંટાળા, ખરબચડા, સૂકા

બાવળના ઝાડ પર જઈને બેસી ગયું

મારા સ્વાર્થી અને કપટી મનની

એને ગંધ આવી હશે કે.....

એ જાણતું હશે અવિશ્વાસની પરંપરા 

કાંટાળા બાવળથી તો  સુવાળો છું હું....!

અરે, દયા, ભાવનાઓથી 

ભરપુર છું  હું....!

વળી કુદરતની ભેટનોચાહક છું હું....!

પરંતુ .... આખરે તો માનવી જ  છું ને...

રે..... માનવી તારી કેવી કરુણતા...!

ભગુભાઈ  ભીમડા (હલદર- ભરુચ) 

 તારા શહેરમાં....

ઘણાં વર્ષો પછી તારા 

શહેરમાં આવ્યો, જ્યાં હું રહેતો હતો

યાદ છે તને રસ્તામાં જતા 

જોઈ પ્રેમની વાત હું કહેતો હતો.

મારા  પ્રેમને સ્વીકારવામા, 

સમજવામાં સમય તો તે લીધો

પણ તે આખરે મારા નિ:સ્વાર્થ 

પ્રેમને પણ સ્વીકારી જ લીધો....

હું જ્યારે  તને પહેલીવાર મળ્યો,  

ત્યાં વહેતી નદી ખળખળ હતી

જાણે ઝાંઝરરુપી તેના 

ઝણકાર અને અદ્ભૂત યાદગાર 

મજાની પળ હતી

તારા હાથમાં મારો હાથ હતો,

લાગે છે જીવનભરનો સાથ હતો.

મારા સુનકાર થઈ ગયેલા 

જીવનમાં  જાણે ઈશ્વરનો 

શંખનાદ હતો...

ટમટમતા  તારલાઓ   

ચમકતા અને અમાસની 

અંધારી રાત હતી

તારાને મારા પ્રેમમાં 

બસ નફરતને  આપવામાં 

આવતી માત હતી.

રસ્તે આપણે રોજ મળતા 

એ કેવી મજાની મધુર મુલાકાત હતી....

બસ ચાલ્યો અહીં સુધી 

આપણા પ્રેમના સમયનો સથવારો

હું તો ઈચ્છતો  કે મળે  

પ્રેમનો સાથ જન્મો જન્મ જ તારો

પછી  તો તું મને મળી નહીં, 

અને હું પણ તને મળ્યો નહીં.

ખબર નહીં કેમ ''માહી'' આ 

''હેતન''  તારો  પ્રેમ ફળ્યો 

નહીં.... સમાપ્ત.

વિજયસિંહ સોલંકી (લાભી શહરા)

રસ્તે મળ્યો તારો ભાઈ

મારો વ્હાલો વેરી પરોઢ પડે ને

નિસરે ઘેરથી હું તો દ્વારે બેસુ

ઘુંઘટ તાલીને તેની વાટ નિહાળું

સમી સાંજે ઢળી મારું કાળજું

ફડફડ થાય રે..... એ આવે તો વઢું

કેમ મોડુ રે થયું તો તેલે હસતાં કહ્યું

રસ્તે મળ્યો રે તારો ભાઈ એવો ગુસ્સો આવે પલ શું રે કરવું મારો વ્હાલો વેરી

પરોઢ પડે ને નિસરે ઘેરથી

રામજી ગોવિંદ કુંઠડીયા 

(વિદ્યાવિહાર -મુંબઈ)

Tags :