Get The App

વાચકની કલમ .

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
વાચકની કલમ                                                   . 1 - image

પાંગરેલું  યૌવન

દીઠા  તમને  મેં પનઘટ કિનારે

હૈયું મારું  હરખાઈ  રહ્યું

કમનીય  કાયાને  

ઉન્નત ઉરોજો જોઈ 

હૃદયના  તાર ધબકતા  રહ્યાં છે 

તિખારા  ધીખે છે હજી પણ મૂજને,

જૂના  પ્રણયની વીતેલી યાદો,

તારી ચમકતી  આંખોની  સામે

ચમકતા સિતારા  તો કંઈ જ નથી

પણ  પ્રેમ કરવો એકને, 

ને ચાહવું અનેકને

એ જ તારી  રસમ મને મંજુર નથી

તને  હજુ પણ ચાહી છે, પ્રીયે,

પુન: એ જ સત્ય  કહું આજ  તૂજને

સૌંદર્ય  સદા વધી રહે

એવી જ આશા રાખી રહ્યો છું.

-  સી.જી. રાણા : (ગોધરા) 

ન  પૂછ

ન પૂછ જીંદગીની  એ દર્દ-ભરી દાસ્તાન,

જે  સાંભળી  શાયદ  રડશે 

આ અનંત આસમાન

ન પૂછ  કેમ  વિતાવ્યા હશે 

એ દયનીય દિવસો,

એ  આંસુના  તોરણ,

 એ હસતા   ઝખ્મો,

ન પૂછ એ અંધકાર રાત્રિની 

 સ્મશાનમાં  શાંતિ એ તારાઓનું  

અટ્ટહાસ્ય, અને એકલતાનો ઉપહાસ

ન પૂછ એ અપમાનિત  જીવનની દશા,

જ્યાં હતી જીવનની માત્ર  ઘોર હતાશા.

ન  પૂછ ક્યારે ચહેરો છુપાવ્યા 

મજબૂરીના  આંચલમાં,

કદી આંખોથી  રડીને, 

તો કદી કૃત્રિમ હસીને

ન પૂછ  કેમ ભાષા થકી,  

તો કદી  લાજથી નયનો ઢાળીને

ન પૂછ ક્યારે આપત્તિ અને 

વિપત્તિના ચક્રવ્યૂહમાં 

ફસાઈ જીવન - નૌકા

ક્યારે  ભરતી-ઓટના  

પ્રવાહમાં  એ ખાતી રહી અંતિમ ડચકા.

ન પૂછ ક્યારે  તોફાની   

સાગરના પેટાળમાં  એ ડૂબી ગઈ.

-   ફિઝ્ઝા એમ. આરસીવાલા : (મુંબઈ)

શમણું

શમણું સદાય તારું  યાદમાં રહેતું

મિલન  થતું તારું આ યાદના શમણામાં

મારા  મન મંદિરમાં તું બિરાજતો

આંખોમાં અંજન તારા પ્યારનું

તારા પ્યારથી ઉજળું  મારું જીવન

હે સાજન હવે તો જલ્દી આવીને મળ

તારા વગર મારી જિંદગી અધુરી

રંગ બધા જીવન ફિક્કા

તું જ મારા   જીવન બાગનો માળી

પતંગ ભ્રમર ફરે આમથી તેમ

ખુશ્બુ તારી ફોરે આ પ્રેમ બાગથી

બેચેન બને મારું મન આ ખુશ્બુથી

તારી આ ખુશ્બુ રહે સાથ જીવનભર

સાથ રહે તારો મારો જનમ જનમનો 

રસની  ફુવાર ઉઠી આપણા  મિલનથી

થાવ તરબોળ હું તો આ મિલનના

દિલ મારું ધડકે  તને યાદ કરીને

ધડકન  મારા દિલની થાય તે જ તારી યાદથી

જીવન જીવવા  જેવું લાગે તારા સાથથી

હવે વિરહ જીરવાઈ નહીં સાથ તારો પામુ

પીગળતી જાવું સદા તારા વિરહમાં

તારો સાથ પામું ખીલી ઉઠું   ગુલાબની જેમ

મહેકે  મારું  તન બદન તારા સ્મરણથી

સરખી સાહેલી   ચીડવે મને 

આંસુ  રોગ લાગ્યો

શું કહું  સહેલીને  આ તો પ્રેમ રોગ

છૂપો  રહે નહીં આ  પ્રેમ રોગ

-  અલ્કા મોદી : (મુંબઈ) 

વિચારી તો જોજે એકવાર

હાલ પૂછવાથી  

કોણ સારું થાય છે

પણ.....

દુનિયાની ભીડમાં જ તો

મળે  છે એક આશ

કોઈક  તો છે મારું

પણ.....

તુ કાં માને છે મને તારો

પણ....

હું તો છું જ તારો

મને કોણ રોકી શકે   તારો થતાં 

એ વાત તને કોણ સમજાવે

હું રૂપથી  ક્યારેય અંજાયો નથી

તારા સ્નેહથી 

હંમેશ ભીજાયો છું

હવે તારી યાદથી ભીંજાઉ છું

તું કહેતી હશે  

હવે પીછો છોડ

પણ હું તો તારો પડછાયો છું.

ક્યારેક સમય મળે  તો વિચારજે

તું મારી છે કે હું જ તારો ચું

વિચારી તો જોજે બસ એકવાર.

- 'મીત' : (સુરત)

નવલી નવરાત્રિ

મારી અંબામાડી  પધારી,

આવી  નવલી નવરાત્રિ,

રૂડા મંડપ આજ સોહે

આંગણે  કંકુ અક્ષત વેરાય.

પુષ્પના  નવલા સાથિયા,

ચારે દિશામાં ફેલાવે

સંદેશ માડીની ભક્તિના.

પ્રેમના  રાસ રચાય,

ભક્તિના ગરબા,

બંધુત્વના  સનેડા 

અને સંગે- 

મંગલગીત ગવાય.

હોમહવન, આરતી

અખંડ દિપની જ્યોત

ચારેકોર ફેલાવે

શાંતિ ભક્તિના ગાન.

મા પધારી અવનિ પર

આશિષ દો હજાર.

હિંસા, વેરઝેર મિટાવી

અહિંસા  શાંતિ સ્થાપો.

માડી  છે તુ અમારી

ભૂલોને માફ કરી,

તારા નાના બાલુડાને ,

તારા  સર્વે  ભક્તોને

મંગલ આશિષ  આપીને

પાપના કાદવથી   ઉગાર

આશિષ  એવા દઈજા

તન મન શાંતિમાં રાચે,

ભય, શોક, અશાંતિના  રાચે,

ભય, શોક અશાંતિના  ઓળા

ઉભી પૂંછડીએ  ભાગે

જય અંબે મૈયાના ભાગે

ચારે બાજુ ગાજે.

- ભારતી  પી. શાહ : (અમદાવાદ)

નિભાવવું

રાત્રિનો પડદો હટાવી  જોયું તો,

કલરવ  કરતી એક સવાર.

પૂછ્યું  મને હું.... આવું?

મેં  હસીને  કહ્યું .......હા

હસતી હસતી એ દોડતી આવી,

મને વળગી પડી એનું

એનું નામ હતું- જિંદગી. સબ

સાથે સાથે  લાવી પાંચ પગથિયા 

''પ્રેમ'' ના.

જોવું, ગમવું, પામવું, ચાહવું અને   

સૌથી અગત્યનું પગથિયું

''પાંચમું''  નિભાવવું

- મુકેશ ટી. ચંદારાણા : (મીઠાપુર)