Get The App

વાચકની કલમ .

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
વાચકની કલમ                                                   . 1 - image

રસોડાની  રાણી

વિધાતાની  કલમે  કેવી,

લખાય ચુકી છે કહાણી

પરણાંને  પગલું પાડતાં તો હું,

બની ગઈ છું રસોડાની રાણી

જેવો દીવસ ઉગે છે,

એવો ....જ, આથમેં છે

મારી  બોલાવી દીધી છે ધાણી

શાક  સુધારી સુધારી ને,

છરી ઘસાય   ગઈ,

તો, એ સમખાવાનેકોઈ દી,

મદદ  કરવાને આવી નથી જેઠાણી

નાસ્તો  જેવો ડબ્બામાં ભરું છું

એવો જ... ખૂટી જાય છે

ઘર આખું  ઘડીએ ઘડીએ,

ગોળાનું પી જાય છે પાણી.

હું આવ્યા પછી બદલાઈ,

ગઈ છે  રસોડાની  રંગત,

મારે  નહોતું  બનવું તો એ

હું બની ગઈ  છું રસોડાની રાણી.

નવિનચંદ્ર રતિલાલ કાચલિયા (નવસારી)

જીવનનો મનનો ઉમંગ

શું થશે! ખબર નથી, છતાં તડફડાટ  છે, 

પાંજરામાં  કેદ પંખી,  છતાં ફડફડાટ છે.

મૌન  થઈ મારી નજર છતાં કલબલાટ છે

બેડીઓ સો-સો પગે છતાં તરવરાટ છે

ન વીજ ચાંદો  તારલા છતાં ઝગમગાટ છે

દ્રષ્ટિ કરીને બંધ બેઠો છતાં ઝળહળાટ છે

આભમાં  વાદળ નથી,  

કો, છતાં ગડગડાટ છે

નિસ્તેજ  ચાંદો નોમનો  છતાં  

ખળભળાટ  છે મન મહીં આશા નહીં કો છને 

સળવરાટ છે

શબ્દે ગુમાવ્યા  અર્થ છતાં લગલવાટ છે

વર્ષો વીત્યા, ઉંંમર વીતી છતાં 

હણહણાટ છે

વેદનાનો વ્યાપ  વિસ્તૃત છતાં 

ખડખડાટ  છે

નરેન્દ્ર રાવલ (વડોદરા)

બીના ચોટ કે દર્દ હો રહા હૈ....

હમારે  સાત યે ક્યાં હો રહા હૈ?

બિના ચોટ કે દર્દ હો રહા હૈ.

ખુશી  કે સાથ યે અફસોસ ભી હૈ

કોઈ બંજર  દિલ મેં ખ્વાબ  બો રહા હૈ

દિલ ને દવા  સમજ લીયા  અબ, 

હાલાત કો,

દિલ નયે નયે  જખ્મ ખોજ રહા હૈ

ઉસ, શખ્સ  સે હમ મીલે તો કૈસે મીલે?

જો, અપને  આપ મેં  હી ખો રહા હૈ.

આંખ, તબ નમ હુઈ  થી,  યે દેખકર

કી મંજર   ભી હમારે  સાથ રો રહા હૈ.

ખ્વાબ મેં ઉસકી ઝલક 

મિલ જાયે યે સોચકર

''રાકેશ''  દિન મે  રાત સે 

જ્યાદા  સો રહા હૈ.

સોલંકી  રાકેશ સવિતા બેન 

'શબ્દ' (નવા વાડજ)

પાયલની ઝંકાર 

આંગણે  આવ્યાની  અણસાર  આવી

ઝીણી ઝીણી  દૂર પાયલ  રણકે છે

સમીપ આવીને  બાહો પસારી

લાગ્યું એવું કે દૂરી ખટકે છે

એવું લાગ્યું કે જાણેવસંત ખીલી છે

બાગ-એ -દિલમાં  

આજ ગુલ મહેકે છે

જરા  માંડીને  જોયું નયનમાં 

આજ  ભીની ભીની પલકે  છે

ઉરમાં  આવી ગયા  પ્રેમના પુર

એ  આંખોમાં  આવીને  છલકે છે

મણિલાલ ડી. રૂધાણી (રાણાવાવ)

ઈશ્વર તારી માયા અપરંપાર છે

કાગળનાં  ફૂલો કદી ખિલતાં નથી

ઘોડા  વિચારોના કદી  દોડતાં નથી

મિથ્યા ગુમાનમાં  રાચે છે લોકો ઘણાં,

વર્ષાના વાદળો કદી ગરજતાં નથી.

ફૂલો કરતાંય  દિલ નાજુક હોય છે,

પત્થર  દિલ માનવ કદી રોતાં નથી.

શેખીખોરોના  આ જગમાં તોટો નથી

ભરેલા વાસણો કદી ખખડતાં નથી

નવાઈ  છે કે ઝેર ઘણાં લોકો પીવે,

ઝેર પીનારાં બધાં શંકર હોતાં નથી

ઈશ્વર  તારી માયા અપરંપાર છે,

ઉપર જાનારા  કદી પાછા ફરતાં નથી

જીવન એવું  જીવો કે  સૌ યાદ કરે

મર્યા બાદ  જેને લોકો ભુલતાં નથી.

યોગેશભાઈ  આર. જોષી (હાલોલ)

માનું કાળજું

એક યુવાન યુવક યુવાનીના જોશ વાળો,

યુવતી પર સાંગોપાંગો  ઓળધોળ સર્વરીતે,

લારુુ આકાશના તારા,  

હિમાલય ખોદી નાંખુ

પરણ તુ મને, હું સર્વ રીતે સુખી કરું

બલીદાન  આપી દઉં, પરંતુ તુ પરણ મને

તું કહે અને ઈચ્છે એ સર્વ કરું પરંતુ,

તુ  પરણ મને,  નહીં  તો  હું મરણ શરણ,

યુવતી કહે  હું પરમુ તને, 

મારી શરતો મંજુર કર

હજારો શરતો પાળી શકું,  કિંતુ તું પરણ  મને

શરત મુકી યુવતીએ, તારી માં ને મારીને,

કાળજું મને  આપ, પછી આપણે પરણીએ

કાંઈ ના વિચાર્યું  યુવકે, 

દોડતો ગયો ઘર તરફ,

તીક્ષ્ણ હથિયારથી માંને  કાપી નાખી

કાળજુ એનું કાઢી લઈ  દોડતો 

ગયો યુવતી સમક્ષ,

દોતો દોડતો ઉતાવળે દોડે છે યુવતી તરફ,

રસ્તામાં  ઠોકર ખાધી,  પડયો ભોંય પર,

કાળજું હાથથી છૂટી પડયું,

  યુવક બીજી તરફ

દૂર પડેલ કાલજાનો કટકો  બોલી ઉઠયો તરત,

''બેઠો થઈ જા બેટા કંઈ  વાગ્યું  તો નથી ને?

આ માં નું  કાળજું  અન્ય કોઈનું નહીં?

આ માં  પ્રભુને પણ દુર્લભ એવી માં

ભગવાનને  પણ માંનો  

પ્રેેમ લેવા મનુષ્ય  અવતાર  લેવો પડે છે

બ્રહ્મા, વિષ્ણુ મહેશ ત્રણેય   મોટા દેવો  માંનો 

લ્હાવો  નથી મળ્યો ત્રણેય  મનુષ્યઅવતાર

ધારણ કરી માંની  લ્હાવો  લીધો.

શરત મુકનાર  યુવતીએ કહ્યું, 

'ભલા માણસ એક સ્ત્રીને ખાતર,

ને માંને  કાપી નાંખી પલવારમાં, 

તારા જેવા ને હું ક્યાંથી પરણું?

જે માને કાપી નાંખે પલવારમાં! 

ભુંડા જા ક્રૂર રસ્તે પડ!

હસમુખ  સાધુ (ધાવટ)

'મા'....'મા'....'મા'....

મનના  મંદિરે  માનભેર 

મનોરથ, માણનારી 'મા'

માન-મર્યાદાથી 'મા' ના 

માતૃત્વને  માપનારી 'મા'

માયાના  માંડવે, મોહની 

મહેકતા, મેલનારી 'મા'

મમતાના  મારગે, મલકાટનો 

મલકારો, મૂકનારી 'મા'

મર્દાનગીનું માપ મજબૂત 

મનોબળે મોહાવનારી 'મા'

મોહના  માળામાં  માયાની 

મુગ્ધતાના, મંત્ર મલકાવનારી 'મા'

માનવતાનો મુગટ, 

માયાના મસ્તકે મહેકાવનારી   'મા'

મનમોહક  મુખારવિંદે, 

માતાનો મહિમા, મેળવનારી  'મા'

માવતરના  મલાજાને, મોક્ષાર્થે, 

મોહમાયાની  મહાવિકટ, 

મંત્રણાને  મનથી, મારનારી 'મા'

મનખા  મેળે 'મા' નો મર્મ 

'માનથી  મમળાવનારી 'મા'

માનવીમાં 'મા' નવીનો   

મતલબ મૂલવનારી 'મા'

પ્રવીણ પટેલ 'સ્વયં' 

 (ગણદેવી)


તું પ્રિય

તારો સંગાથ સાથી

મને મળેલો દુનિયાનો  ઈજારો.

તારી બાથ 'પ્રિય'

મારા જીવનનો ઊંચો  મિનારો.

આલિંગને આભ પામુને

ઘૂમતો યાદમાં સ્નેહ સિતારો.

હું તરું પ્રિત સાગરમાં, તું મારો મર્મ કિનારો.

અતિશય પ્રેમથી મળેલો,

પ્રેમમય અમૃત પનારો.

છે ઘાય સગાં-સ્નેહીઓ,

પણ તું મારો સૌમ્ય સહારો.

પટેલ પદ્માક્ષી મનિષ

(અંજલાવ, વલસાડ)