!! જીવનસાથી !!
સુંદર સથવારો જીવનસાથીનો મળી જાય,
આ જીંદગી જીવવાનો
રોમેન્ટીક રાહ મળી જાય.
અત્યાર સુધી તો ભરદરિયે
ડોલી આ નાવ,
પણ હવે ભવસાગર તરવાનો
કિનારો મળી જાય.
વગડો પણ વ્હાલો લાગે વાલમ હોય
મારી સાથે,
સૂરજ પણ તપાવી ના શકે
જ્યારે બેસું એની પાસે.
દરિયો પણ તરી બતાવું જો સાથ તું આપે,
નહીતો ખાબોચિયાં માં પણ પગ મારા કાંપે
આ બેરંગ દુનિયામાં સુંદર
રંગો ભરવા છે,
મારા સુના બાગમાં સુંદર
ફુલો સજાવા છે..સુંદર
સુમિત્રા નાયક 'શ્યામ દિવાની' (અમદાવાદ)
ઉનાળો લાવ્યો...!
આવ્યો ઉનાળો લાવ્યો ઠંડાંપીણાં,
ગ્લાસમાં દેખાય ફોરાં
ઝીણાં ઝીણાં
આવ્યો ઉનાળો લાવ્યો
ઊની ઉષ્મા,
પછી સજીવસૃષ્ટિ
દેખાય ક્યાંથી ખુશમાં?
આવ્યો ઉનાળો લાવ્યો
શરીરે પરસેવો
તાપ કેરો માપકદી
બેરોમીટરને પૂછમાં?
આવ્યો ઉનાળો લાવ્યો તરબૂચ સંગ ટેટી
સ્વાદ માણે મા-બાપ સંગ બેટોને બેટી
આવ્યો ઉનાળો લાવ્યો
ગરમી તણો પ્રકોપ,
મંદ મંદ હસે કેવો
આગિયો ઉનાળો મૂછમાં?
આવ્યો ઉનાળો લાવ્યોકેન્ડી સહ ગોલા,
ચપાચપ ઊઠાવે કેવાં બાળોબની ભોલાં.
પ્રવીણ પટેલ 'સ્વયં' (ગણદેવી)
પ્રેમની ઝંખના
શોધ્યો મેં પ્રેમને,
એમની શરારતભરી આંખોમાં,
પણ એ તો છુપાઈ ગયો,
એમના દિલમાં
શોધ્યો મેં પ્રેમને.
મારી ઈચ્છાઓ,
અપેક્ષાઓમાં પણ મળ્યો મને,
એમનાં નિ:સ્વાર્થ,
સ્નેહભર્યા આવકારમાં,
શોધ્યો મેં પ્રેમને.
સંબંધોમાં માંની શરતોમાં,
પણ એ હતો,
એમનાં નિર્દોષ સ્મિતામાં
શોધ્યો મેં પ્રેમને.
સંબંધો માંની શરતોમાં,
પણ એ હતો, એમનાં નિર્દોષ સ્મિતિમાં
શોધ્યો મેં પ્રેમને.
પરતંત્રતાની ગુલામીમાં
પણ હતો એ હૃદયની સ્વતંત્ર સમજણમાં.
શોધ્યો મેં પ્રેમને,
વાસનાભર્યો સ્પર્શોમાં,
પણ હતો એ પ્રાર્થનાસમાન
આદર-સન્માભર્યો વ્યવહારમાં.
પરેશ અંતાણી (રાજકોટ)
પ્રિયતમા
અડધો ઊંઘું, અડઘો જાગું ને થઈ -
જાય છે પ્રભાત આજે મારી પ્રિયતમાને
જાગરણની છે રાત
ફેરવું નઝર હું મારી
આખીરાત ચોપાસ પ્રિયતમાં રમે છે
સખીઓ સંગાથે ચોપાટ
વહેલી પ્રભાતે પ્રિયતમાને
મળી લેવાની આશા
પણ પ્રિયતમા તો તાણે છે
ગાઢ નિંદ્રાના શ્વાસોશ્વાસ
જાગરણ થકી કરે છે
એ વ્રત તણા ઉપવાસ
એ થકી માગે એ તો
મારી ભવોભવનો સંગાથ
પ્રિયતમાનાં થાય છે
ત્યારે ઉત્તમ નારી તણા દર્શન
પ્રિયતમા કરે છે જ્યારે પ્રેમીને સર્વસ્વ અર્પણ
વિષ્ણુકુમાર માણેકલાલ પરીખ
'પાગલ પરવાદળી'
સોનેરી પ્રભાત
ગુનગુનાઉ છું જીવનમાં
સદા તારા સહવાસથી
તેમાંથી મેળવું છું આનંદ
પ્રેમાળ તારી યાદથી
જગતભરના સમાચાર વાંચી વાંચીને
હૈયામાં આનંદપૂર્વક
ચિંતન સદાયે કરું છું.
રાત- દિવસ મનન કરી કંઈક મેળવું છું.
જેથી જીવન બંને સમૃદ્ધ
ખરેખર તારા પ્યારથી
તરસ લાગી રહી છે તારા વાંચનની સદા
નિતનવી વાનગી મળે છે તારા હૈયામાંથી
સરસ મજાની વાર્તા ને નવલકથામાં
મન મારું એકાગ્ર ચિત્તે પરોવાય છે
માતા-પિતાને ભાઈ-બહેન
તથા પરિવાર સૌ
સ્નેહપ્રેમની ગંગાનો આનંદ લૂટે છે સૌ
ચાતુર્યતા - માધુર્યતાના
ગુણો વિકસતા જાય છે
મીઠી મધુરી રચનાઓ
વાંચી હૈયુ ખૂબ હરખાય છે.
રગેરગમાં ઉત્સાહ ને
ઉલ્લાસ વ્યાપી જાય છે
હાથમાં આવે છે છાપું
ત્યાં બધું ભૂલી જવાય છે
'સહિયર' ને સહારો મળે છે જ્યાં તારો
હૈયુ હર્ષઘેલું બની માને છે ઉપકાર તારો
હિતેચ્છુ છો તો સંબંધ રહેશે સદાયે
વધુૂને વધુ લાગણી- પ્રેમ મેળળીશું સદાયે
યશ-કીર્તિને સમૃદ્ધિતણી ગુણગાન ગાથા
હૃદય જીવનને નવ સોપાન સર કરાવે છે
રમ્ય મનોહર સોનેરી પ્રભાત આવે સદા
એવું ગુણબાગાતું મનડું
''જસુ'' ને સદા પોકારે છે
જશવંત આર. સંઘવી (વડોદરા)
જિંદગીની ઝલક
આરંભ સારો હોય કે ન
હોય અંત તો યાદગાર હોવી જોઈએ
હારજીતના હિસ્સો
જિંદગીનો જુસ્સો જોરદાર હોવો જોઈએ.
આમ તો છોડી દીદું હોય
ત્યાંથી ફરી શરૂ કરવું સહેલું નથી.
મંઝીલ તો ભલે મળે કે ન
મળે પ્રયત્ન ઈમાનદારક હોવા જોઈએ.
વસ્ડોવાથી વટ પડે દુનિયામાં
ખ્યાલ સાવ ખોટો છે.
સાદગીમાં છપાઈ જાય પ્રભાવ
પાણીદાર હોવો જોઈએ.
લોકપ્રિયતા કે લોકચાહના
મેળવવી કયા આસાન છે
જિંદગી હોય કે તખ્તો તમારો
અભિનય દમદાર હોવો જોઈએ
કોઈની મઝાલ છે હરફપાત
ઉચ્ચારી શખે
સામ સામે બોલીને જોઈ
શબ્દ પણ ધારદારહોવો જોઈએ.
કેટલાય સગા સંબંધીને
અજમાવ્યા પછી સમજાયું
દરેક મનુષ્યના જીવનમાં
મિકાવફાદાર હોવો જોઈએ.
દેવ જીવાય પ્રાણશાણથી
મરાય પાત સાનથી
જગત આખું જોઈ રડે
જનાજો શાનદાર હોવો જોઈએ
વિજય કુમાર એન. જોશી (ભાવનગર)
છો આપ પતિલ
સુરીલ લયના ભર્યા આપ જામ છો
ને વિસ્તરી દિલોના નર્યા
આપ ખ્યાલ છો
ગરમ રેતના પટમાં આપ ખીલ્યા છો,
પદાવાલીની રેતમાં આપ રોજ મર્યા છો
શબ્દોની આરપાર
વિંધાયેલા ગઝલી છો
અર્થસભર મીઠી-મધુરી
આપ રાજાની રહ્યા છો
ગઝલની ગુંજતી
એક આપ સરગમ છો
ને મુલાયમ મૈનનું
આપ સરળ રેશમ છો
માનીએ તો સણ સણતું
વિરલ સ્વપ્નું છો
વિસરાવ તો વિસરાતી
આપ એક લહેર છો
હોલવાયેલી જયોતનો
ઝગમગતો ઉજાશ છો
ને ભાવકોના હૃદયની
ઉભરતી આપ ભીનાશ છો
હવે એક એવી કબરમાં
પોઠી ગયા છો,
કલ્પનામાં રાચું છું ત્યારે
આપ શબ્દો નિહાળો છો
આપી દીધો ગઝલ
કટોરો આપ અંક્લેશ્વરી છો,
અમ અજાણ્યાઓના તો આપ
બાઈરન જ છો
માણી'તી ગઝલ મેં તો
કઈકવાર છે ''રાહી'' અંકુર,
છો આપ 'પતિલ'
પણ નરમદિલના કાતિલ છો,
બિપિન વાઘેલા 'રાહી' (અંકલેશ્વર)


