Get The App

વાચકની કલમ : વદાય શબ્દો

Updated: Dec 4th, 2023

GS TEAM


Google News
Google News
વાચકની કલમ : વદાય શબ્દો 1 - image


શબ્દો એવા વદાય

કોઈ ના ઘાયલ થાય

દિલડુ ના દુભાય

ખુશીનો ખજાનો ભરાય

કટુ વાણ ના સહેવાય

એવી વાણી ના વદાય

કડવા વેણ સંભળાય

હસીને સહી લેવાય

'લઘુગોવિંદ' વાણી માટે

એ જ તો કદીક તારે

ધનજી કાનજી છેડા 'લઘુગોવિંદ' (કલ્યાણ)

મને

મને ગોકુળમાં ગમે, 

મન મારું ગોકુળમાં રમે

મારું મન ભ્રમરની જેમ ગોકુળમાં ભમે

મા જશોદાની મમતા, 

નંદબાવાનો પ્રેમ ના મળે

મને ગોકુળમાં ગમે, 

મન મારુ ગોકુળમાં રમે

માખણ, મિસરી, 

ઘરઘર માખણ મટુકી ફોડતી

બાળ સખાની મસ્તી કરતી 

ટોળી ક્યાંથી મળે

રુમરુમ રુમઝુમ કરતી 

પ્રેમે અશ્રુઓ ઝરતી

કાળી ધોળી ગૈયા મને 

અહીં ક્યાંથી મળે

મોરપીચ્છનો મુગટ ને 

ફૂલોનાં માળાની મહેંક

બાંસુરીનાં સૂરે રાસની 

રમઝટ અહીં ના મળે

પૂનમની ભરતી જેવો પ્રેમ 

હું અહીં ક્યાંથી લાઉં

રાધાજીનાં પ્રેમની વિવળતા 

ના જોવા અહીં મળે

સાથી વિનાની એકલતા 

જાણે રણ મહીંની આગ

મારી વેદનાની વાત સમજાવું 

તમને હું શી રીતે

મારું મન ભ્રમરની જેમ ગોકુળમાં ભમે

પ્રફુલ્લ ર. શાહ (કાંદિવલી)

કાના તારી વાંસળી

કાના તારી વાંસળી ધીમે વગાડજે

ભર રે નીંદરમાંથી ના રે જગાડજે

રાધા અને ગોપીઓને રાસ રમાડજે

સોળ સોળ ગોપીઓના ચીર ઉડાડજે

વૃંદાવનમાં તું વાંસળી વગાડજે

ગોવાળો સાથે તું ધૂમ મચાવજે

ગવરી ગાયને તું ખૂબ ચરાવજે

રાધા ગોપીઓના 

ચીર સંતાડજે

વાંસળી સૂણીને ગાયો દોડીને આવતી

વાછરું છોડીને એ સાનભાન ભૂલતી

વાંસળીનો નાદ સૂણી ગોપીઓ આવતી

ઘરનાં સૌ કામ છોડી 

દોડી દોડી આવતી

ગોપીઓના ઘરમાં ના ઝઘડા કરાવતો

ગામમાં ફરિયાદ કદી ના કરાવતો

દૂધ, દહી, મટકાં તું ના રે ફોડાવતો

જશોદા માતાને ના રે સતાવતો

વાંસળીના સુર એવા મધુર વગાડજે

ગોકળિયું ગામ આજે ઘેલું બનાવજે

માતા જશોદાનાં હૈયા હરખાવજે

વાંસળીનો નાદ બ્રહ્માંડમાં ગજાવજે

ભગુભાઈ ભીમડા (ભરૂચ) 

જીત્યો હારીને પણ....

નથી મને અફસોસ કોઈ મારી હારનો

હારીને તને જીતાડી આનંદ છે એ વાતનો

હારીને પણ હસી રહ્યો છું તારી નજરોમાં

હોત જો તું હારી વિખરાય 

ગઈ હોત જગતમાં

દીધા જે દર્દ અપરંપાર તે પ્રેમની પળોમાં

રાખ્યાં અંતર ટોપલીમાં તો 

પણ અધૂરી છે એ

અણીયારી નજરે શીદને 

ચલાવે તીર તું અહીંયા

ઘાયલ પર વારંવાર વાર 

કરી શીદને તમાશો કરે તું

દીધાં 'તાં પુષ્પ જે મુજ અંતર 

ઉપવનના તેને

કચડયાં હતાં પગની એડીએ 

તે યાદ છે મને

દીધાં 'તાં ફૂલ કાગળનાં તેં 

પ્રેમની પળોમાં મને

સજાવી રાખ્યાં છે મુજ હિતની 

ફૂલદાનીમાં મેં

અફસોસ કરે તો કોની સમક્ષ 

કરે ઘાયલ 'ઈશ્વર'

સૌને આવે છે મજા 

આપણો તમાશો જોવાની

ઈશ્વર અંચલીકર (સુરત)

સંભારણું

માત્રને માત્ર દુ:ખ જ રહ્યું

હતું જે સુખ વહેચાઈ ગયું

યાર કરીયે તોય યાદ ન આવે

સ્મૃમિાંથી નામ ભુસાઈ ગયું

ચિત્રમાં અમે ક્યાંય નહોતા

નાહક અમારું નામ સંડોવાઈ ગયું

તરો તાજા હતું આજ સુધી જિગર

તમારી યાદમાં થોડું સુકાઈ ગયું

નજરે ચડવાની સંભાવના નથી

સંભારણું તમારું કોરાણે મુકાઈ ગયું!

મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)

લીલીછમ કુંજ

વિચારોની કેડીને શબ્દની સફર

મોગરો મધ-મધતો વસંતના વાયરે

કવિતાના ભોમમાં ઊર્મિની હેલ

ભરતી-ઓટ ગઝલના કવનમાં

વિચારોની....

જિંદગીના જામન 

સજાવતા-સંવારતા

સાદગી શૃંગાર બની શોભે હવે

શબ્દની ફસલને લીલીછમ રાખી

ઉજાગરા મેં વાવ્યા 

વ્હાલની ભોમના

વિચારોની....

ઝુલતો મૉલ મબલખ બધો

મોતી-મ્હેક મ્હેક મારા ગવનના

કુંજ ટહુકતી આજ નમણે કંઠ

કોયલના સાદે લચી પડયો વગડો

વિચારોની....

શબ્દ વિસ્તરતા ગયા કવિતાના

આવી ભરતી ગઝલ-કવિતાની

શ્વસતી બધી ખૂશ્બુ 

આખાયે રાનમાં

મહેફિલ જામી કેસૂડાની કડીએ

વિચારોની....

નારસિંગ આર. ચૌધરી (સુરત)

તલબગાર છું 

પ્રકૃતિરમ્ય સૌંદર્યનો તલબગાર છું

વસંતના આગમનને  નિહાળવા, સત્કારવા

કેસુડાના ભગવા રંગમાં સમર્પણ નિહાળું

તલબગાર છું સૌંદર્યની આ ઝાંખીઓમાં

સારા જગમાં માનવ-માનવ 

વચ્ચે મૂલ્ય તપાસ્યું

કોઈને કોઈ પ્રકારની ફરિયાદો, 

દ્વિધાઓ મળી જ્યાં

સારો આવકાર મને પ્રકૃતિના 

ગોદમાં મળ્યો ગણ્યાગાંઠયા માનવમાં 

માનવતા મૂલ્ય મળ્યાં જ્યાં

તલબગાર છું આ માનવ 

મહેરામણે જગમાં

વેરાનભરી જિંદગાનીમાં 

કોઈક હૂંફ પ્રેમાળ થકી

ખ્વાબ જોતો રહ્યો દીવા સ્વપ્ને સુખ કાજે

તલબગાર રહ્યો આ ફાની

 દુનિયાનો જ્યાં કોઈ રેબઝેબ કોઈ 

ફરેબ આ મહેરામણમાં

તલબગાર છું નિખાલસભર્યા 

પ્રેમને સત્કારવાનો

પરેશ જે. પુરોહિત (કલોલ-રણાસણ)

ચાલી તો જુવો

વરસતા વરસાદમાં ચાલી તો જુઓ....

સુકોમળ હાથમાં વરસાદને 

ઝીલી તો જુઓ

ખીલેલી 'સંધ્યા'ને માણી તો જુઓ

કુદરતની 'સુંદરતા' માણી તો જુઓ

ઘમંડ ઉતરી જશે 

તમારી 'સુંદરતાનું'

કુદરતનું સૌંદર્ય માણી તો જુઓ!

ઈશ્વરની રચના અદ્ભુત છે!

સુંદરતાનું 'ઘમંડ' મૂકી તો જુવો

સાચા સૌંદર્યની 'મહેક' ખીલશે....

કુદરતની 'કરામત' જુવો તો ખરા!

નાનામાં નાની રચનામા કુદરત છે!

આવી સમજણ કેળવી તો જુઓ

તમે પણ કુદરતની રચના જ છો

સ્વીકારી તો જુઓ કુદરતને....

મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)

Tags :