Get The App

વાચકની કલમ .

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
વાચકની કલમ                                                    . 1 - image

ઉન્માદ પ્રેમનો

પ્રેમ, કરવો એકને,

પણ ચાહવું અનેકને

આ તારી  પ્રથા મને મંજુર નથી

તને ચાહી છે. મેં હજી પણ,

કહું એજ તૂજને સનમ,

તિખારા ધીખે છે, હજુ પણ 

જૂના એ પ્રણયના  આપના

મિલન આપણું  હવે રહ્યું નથી પ્રિયે,

તારી ચમકતી  આંખોની  સામે,

ચમકતા, તારા તો કંઈ જ નથી.

કમનીય   કાયાને મલકતી ચાલેત

હૈયુ મારું હરખાઈ  રહ્યું!

માટે જ છોડ  ડર,  જગનો  પ્રિયે,

સત્કાર  કરવા તડપી રહ્યો પ્રિયે,

સી. જી. રાણા (ગોધરા)

હાલત બગડી ગઈ

તમારા આવ્યા પછી   હું  શું નો શું થઈ  ગયો

થવું  હતું મીનીસ્ટરને  બટલર  થઈ ગયો

ગરીબી હટાવવાનો  નારો ગુંજતો  

હતો દેશમાં રે!  પણ તમારી  સામે

હું ગરીબ સાવ થઈ ગયો

છેડા  ભેગા થતાં  હતા માંડ 

ઘરના અર્થતંત્રના તમારા  પગલરથી  લ્યો 

ખાધનો  ગાળો વધી ગયો

થાગડ  થીગડ  કે સાંધેલા   કપડાં 

પહેરવા મળતા તમારી સાડીને  શોખે  

ઉઘાડો સાવ થઈ ગયો

હેર સ્ટાઈલને લીપસ્ટિકનો  લીધો  

તમે ઓવરડોઝ દાઢીને  બાલ વધવાથી  

સાવ બાવો થઈ ગયો

હેરસ્ટાઈલ   ને  લીપસ્ટિકનો 

લીધો  તમે ઓવરડોઝ દાઢીને  

બાલ વધવાથી   સાવ બાવો થઈ  ગયો

ટટ્ટાર  ચાલતો હતો 

અત્યાર સુધી  'મણિલાલ'

પડયો ઘરનો  બોઝને 

બરડો વાંકો થઈ ગયો

મણિલાલ ડી. રૂધાણી (રાણાવાવ)

ઘડિયાળના કાંટા

ટીક ટીક કરતાં જાય છે,

આ ઘડિયાળના કાંટા,

જોઈને  માનવીની  ભાગદોડ,

એ  તો મનમાં ને મનમાં હરખાતાં

સતત માનવી હર કોઈ

એનાં તાલે તાલે દોડે,

એની દોડધામમાં એ તો,

પોતાનું ભ્રામક સુખ ખોળે,

દોડતાં દોડતાં માનવીની  ક્ષણો,

હાથમાંથી જાય સરકતી,

એને  નિરખીને એ તો,

સદા રહે  મરકતી,

જે  સમય  છે જીવન તણો

એ  ઘડિયાળનો મોહતાજ નથી,

શું મતલબ  જો તારી પાસે 

ભવિષ્યની  'કાલ' હશે,

પણ વર્તમાનની  

'આજ' નથી.

કુલદીપ  દીલીપ કપાસીયાવાલા (અંકલેશ્વર)

લાવને હાથ

આજે  પાછા  મિલાવી  દઈએ.

તારી આંખોને 

વાંચી ચાલ થોડા

સપના વાવી દઈએ.

ચાલ  તારા શબ્દોને

આજ સ્મિતમાં  લપેટી

છૂપાવી  દઈએ.

સામ સામે બારીએ

ઉભા રહી એકબીજાને

ઈશારા  કરી લઈએ.

આવે છે તું નીચે

હાથમાં હાથ નાખી

થોડું ફરી લઈએ

વરસાદ ને આમંત્રણ

આપ, જોરદાર પડે તો

થોડા ભીંજાઈ લઈએ.

સુનામી બોલાવ, આજે

તો તરી જ લઈએ

અને આ દુનિયા છોડી

બીજી  દુનિયામાં   જતા રહીએ.

ઘનશ્યામ વ્યાસ 'શ્યામ'

જીવું છું

આમ  તો બેસુમાર જીવું છું

સામટો  ધોધમાર જીવું છું

જન્મતા  વેત જે મળેલા છે

એ જ લેબલમાં  યાર  જીવું છું

જાતમાં  જાત સાવ ઓગળી

જાતની  આરપાર જીવું છું

જાતમાં જાત સાવ ઓગળી

જાતની આરપાર જીવું છું

કોણ  હિજરત કરે છે મારામાં?

હું હજી  બેકરાર જીવું છું

ધ્યાનમાં  પોત વણી  પોતાનું

હું  ઘણું ધારદાર જીવું છું

વેશ ભજવીને  માણસાઈનો 

જોઈ લે જોરદાર જીવું છું

ડો. પથિક પરમાર (ભાવનગર)

રહેવાના

પારકા  પારકા રહેવાના,

આપણા આપણા રહેવાના.

ફૂલને  મ્હેક જેવું સગપણ છે,

સાથે તેોય  જુદા રહેવાના છે.

આજે  થોડું ઘણું  જીવી લઈએ.

કાલ  સંભારણા  રહેવાના.

ઓછા વત્તા ભલે થતા રહીએ,

નભમાં  પગલાં સદા રહેવાના.

રાત પૂનમ યા અમાસી હો,

'ચાંદ'  કે તારલા  રહેવાના.

પ્રવીણ પોંદા 'ચાંદ' (ભાવનગર)

અંધકાર

ઉભી છું,  હું આજે   અગાસીમાં  મારી,

શેર આખી રહી છે, 

ીપથી  ઝગમગી.

કોઈકે  કહ્યું જુઓ  મજાની 

આ રોશની, રોશન થઈ છે

ધરતી  અહીં દીપોત્સવી.

હૃદયને  પૂછ્યું  મેં  તું  કેમ રહ્યું છે રડી.

દિલમાં  દર્દના દીપ 

 કેમ રહ્યાં છે પ્રગટી.

હૃદય  બોલ્યું હું પરાયું 

ક્યાં છું તારાથી.

તું રડે ને હું હસું જોઈને  આ રોશની,

ઘટે શું આવી  ઘટના  અઘિટત  અહીં

યાદ છે મને, 

પિયુ ગયો પરદેશ પ્યારી,

ઉભયની  યાદ ના 

અંધકારમાં તું ડૂબી.

શીદને  કરી'તી તેં પ્રીત 

સંગે પરદેશી,  ભૂલી  જા હવે એ

વિરહની  વેદના તારી

'ઈશ્વર'  દિવસ એક થાકશે  

પસ્તાવો કરી,

મોકલશે  પ્રિયમ પ્રગટાવશે  

દિલે રોશની.

ઈશ્વર  અંચેલીકર (સુરત)

નારી  તું  નારાયણી

નારી  તારાં વરવાં રૂપ,

તું  તો છે  એકમાં અનેક,

તું વૈદ્ય-ડોક્ટર સંતાનની

ક્યારેક  આયા, 

ક્યારેક દાસી....

રસોડાની  તું છે રાણી,

ભોજનમાં  પ્રેમ પિરસતી,

ના  માપ-તોલની જ્ઞાાની,

છતાંય  વ્યંજન  

સઘળાં સહી.... નારી

સોંઘવારી  હોય  કે મોંઘવારી,

સંબંધ વ્યવહાર  સાચવતી,

બની જતી સચોટ 

અર્થશાસ્ત્રી..... નારી

ઉષાને  ઉગાડે, સંધ્યાને  ઢાળેતું

પ્રભુ પ્રાર્થના કરતાં કરતાં

પરિવાર  કાજે  દુવા  માંગતા,

આદર્શ  ગૃહિણી 

બની જાતી ..... નારી

સૌના ચહેરા  વાંચી-વાંચીને,

સૌના સુખ દુઃખ તે પહેચાને,

પ્રશ્નો  સૌના ઝટ સુલઝાવે,

યોગ્ય  નિરાકરણ તે 

લાવે.... નારી

પતિની  તે તો છે પ્રેરણા,

પ્યારી-પ્યારી ભાઈની  બહેના,

ઘરની  તે તો છે લક્ષ્મી,

ત્યાગની  મૂરત લાગે 

પ્યારી... નારી

ઈતિહાસમાં  છે નામ રોશન,

લક્ષ્મીબાઈ, જાજાબાઈ અને  મીરા,

મેરીકોમ, કલ્પના અને સુનિતા

દેશના નામ કરતી 

તે ઊંચા.... નારી

તુજ વિના  ઘર પરિવાર  અધૂરી

તુજ વિના ડૂબે છે સંસાર નૈયા

ધર્મગ્રંથો  વેદો સત્ય  ઉવાચે

'નારી તું નારાયણી' કહેવાયે.

ભારતી પી. શાહ (અમદાવાદ)