બસ,તું જ છે
કોશિશ કરી બહુ તને ભૂલવાની
પણ ખબર નહીં કેમ યાદ
તારી આવી જ જાય છે
આંસુ નથી લાવવા હવે
આંખોમાં મારી,
પણ કેમ તારું નામ આવતા
એ છલકાઈ જાય છે.
જોવા છે હવે આંખોને
કોઈના સપના,
પણ કેમ દરેક સપનામાં
તું આવી જ જાય છે.
તને છોડીને વધવું છે જિંદગીમાં આગળ,
પણ કેમ તારા વગર જીવન અધૂરું છે.
બનવું છે મારે કોઈની હમસફર,
પણ કેમ મારી મંજિલ તું જ છે.
કરવો છે ફરીથી કોઈને પ્રેમ,
પણ કેમ આ દિલમાં બસ, તું જ છે.
પિન્કી પરીખ (અમદાવાદ)
ધરતી મારી મા છે
સૂરજ ચાંદ સિતારોં કે બીચ,
યે ધરતી ઘૂમતી રહતી હૈ,
હજારોં સર્દિયો સે યે સિલસિલા,
આજ ભી ધરતી નિભાતી હૈ,
યે અપને રાસ્તે પે,
લમ્બા સફર રોજ કરતી હૈ
કિસી ને કોઈ શિકવા- શિકાયત!
હર પલ સંભલ કે ફિરતી હૈ,
બેસુમાર જનાવર- જંતુ,
સાથ સાથ યહાં રહતે હૈ,
લડાઈ નફરત કોઈ ના સમજે!
સુખ-શાંતિ સે સબ જીતે હૈ,
પર, હમ અપને
આપ સમજ બૈઠે હે!
યે સોચ હમારી બડી ગલત હૈ!
માનવજાત હિ મારકાટ કરતી હૈ!
નિત્ય નિયમસે,
સચ્ચે સમય પર,
અપને રાસ્તે સે
ધરતી ગુજરતી હૈ,
ધરતી કો કોઈના ફિરાતા હૈ,
યે અપને નિયમ સે ફિરતી હૈ,
ચાંદ, સૂરજ, લાખો સિતારેં,
બિચસે ધરતી ફિરતી હૈ,
ના રૂકાવટ, ના કોઈ ટક્કર!
ચુને હુવે રાસ્તે પે ફિરતી હૈ,
ધરતી સે હમારા રિશ્તા હૈ,
ધરતી હમારી માતા હૈ!
ધરતી કી કહાની સમજાતી હૈ,
અપને અપને રાસ્તે પે ચલના હૈ!
પટેલ શાન્તિલાલ રણછોડભાઈ
(વડોદરા)
નવા વરસનો નજારો....
નવા વરસનો પુલકિકત નજારો
ને મધમીઠી સલામો હજારો,
મન મૂકીને માણો રંગીન નજારો,
ને આવકારો આપો હજારો
ઠેર ઠેર છલકાય આનંદી નજારો,
ને સપ્રેમ કરો વેલકમ હજારો,
પ્રેમ ભેળો ઊભરાય નજારો ને,
અભિવાદન કરો હજારો
દિલથી પણ ઊજળો દુર્લભ નજારો
નેમાણો અગણિત ઉમંગ હજારો,
બે હજાર છવ્વીસનો ઊજવો નજારો
ને વિતતા વર્ષને બાય કરો હજારો
વખાણો ઊછળતા હૈયે નજારો,
ને ભૂલો વિતેલા વરતારા હજારો
હરખઘેલા બની ભોગવો નજારો,
ને ભૂલો વિદાય લેતા પ્રસંગો હજારો,
વાહ વાહ થકી વધાવો નજારો,
ને આપો હસ્તમુખે વિદાય હજારો
યાદગાર બનાવો નૂતન નજારો,
ને ભૂલો ખોટા ખ્યાલ હજારો.
આપ-લે કરો
નવા વર્ષનો નજારો
ને મૂલવી દો વાદો ંહજારો,
અર્પણ કરો શુભેચ્છાનો નજારો,
ને ભૂલવી દો યાદોં હજારો
મુબારક કરો નવી સાલનો નજારો
ને સુખ સભર સંદેશા હજારો
'સ્વયં' કરે નૂતન
વર્ષાભિનંદનનો નજારો,
ને પાઠવે દિલી દુઆ હજારો.
પ્રવીણ પટેલ (તા. ગણદેવી)
પ્રીતની રીત
આપી સફરમાં સાથ મોડ પર છોડી ગયા
ખુદા! કેવી આ પ્રેમની રીત છે?
અહીં વર્તમાન છે સાવ ખાલી ખાલી
યાદ કરવા બસ અહીં એક અતિત
સાથી કોઈ નથી અમારું અકેલાપનમાં
બસ છે એક કમરો ને ચાર ભીત છે
છે મૂક દીવાલો હોકારો દેતી નથી
ચીત બસ એ કારણથી ચિંતિંત છે
આહોને બીજું નામ પણ શું દઈએ
દરદ-એ - દિલનું એ ગીત છે.
મણીલાલ ડી રૂધાણી (રાણાવાવ)
સહિયરના સંબંધ
જેવો સમાચાર અને 'સહિયર' નો સંબંધ
તેવો સ્ત્રી અને મહિયરનો સંબંધ
જેવો વાડ અને વેલાનો સંબંધ
તેવો ગુરૂ અને ચેલાનો સંબંધ,
જેવો છીપલા અને મોતીનો સંબંધ
તેવો દીવડા અને જ્યોતિનો સંબંધ
જેવો ફૂલો અને જ્યોતિનો સંબંધ
જેવો ફૂલો અને તીતલીનો સંબંધ
તેવો રહો અને કીટલીનો સંબંધ
જેવો પતંગ અને દોરીનો સંબૅંધ
તેવો ચાંદ અને ચકોરીનો સંબંધ,
જેવો પ્યાસ અને પાણીનો સંબંધ,
તેવો રૂપ અને રાણીનો સંબંધ
જેવો જ્ઞાાની અને જ્ઞાાનનો સંબંધ,
તેવો દાની અને દાનનો સંબંધ
જેવો જળ અને સાગરનો સંબંધ,
તેવો નલ અને ગાગરનો સંબંધ
જેવો કંઠી અને કંઠનો સંબંધ
તેવો પંથી અને પંથનો સંબંધ
જેવો ગગન અને ગર્જનનો સંબંધ,
તેવો 'સ્વયં' અને સર્જનનો સંબંધ
પ્રવીણ પટેલ : 'સ્વયં' (તા. ગણદેવી)
શપથ
મૂકી મધદરિયે, નાવની હલેસાં તે લઈ લીધા
બનાવી કર વિનાના તે,
તોફાનમાં ધકેલી દીધા,
ફુંકાવી વાયુ ભયંકર, સઢેય તે સંકેલી લીધા,
બનાવી દિશાવિહિન
અમને અંધકારમાં મૂકી દીધા.
અમ વિચાર તણા પ્રવાહોને
ક્ષણમાં તે હરી લીધા,
દઈ અમને દુ:ખો ઘણા,
ખડક સામે ખડકી દીધા.
હૂલાવી પેટમાં છૂરી, મર્મભેદ તે છેદી લીધા.
લગાવી નાવને એ ચોટ,
દરિયે તે ડામી દીધા. સુણાવી ગર્જના ભયંકર,
રોષ તે પ્રકટ કીધા, લગાવી બાણ સહસ્ત્રો,
છેહ તે દઈ દીધા.
અમે પૂજારી તું પ્રભુ તુજ
સાથના શપથ લઈ લીધા.
નાવના 'નિર્લેપ' ની
ટૂકડા સહસ્ત્ર ભલે કીધા.
નિરંજન જે. શાહ 'નિર્લેપ' (ડેરોલ સ્ટેશન)
''મા''
ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન એટલે માં
બાળકના પ્રાથમિક શિક્ષણ એટલે માં,
દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટી એટલે માં
સર્વ ગ્રંથોના મહાન શબ્દ એટલે માં,
હૃદયમાંથી વહેતું પ્રેમ ઝરણું એટલે માં,
વાત્સલ્યની મૂર્તિ એટલે માં,
દુનિયાના સૌથી મોટા શબ્દ
કોષ એટલે માં,
જેને કદી પાનખર
ના આવે તેવી ઋતુ એટલે માં,
શ્રેષ્ઠ સમાજનું ઘડતર કરનારી માતા
બધાના હિતના વિચાર કરનારી માતા
સ્વર્ગથી પણ ચળિયાતી માં
૨૧મી ફેબુ્રઆરીના જન્મદિવસની
માતૃભાષા તેમ જ બધી માતાઓ જ
કર ઝુલાવે પારણું તે જગત
પર શાસન કરે
તેવી માતાોને કોટી કોટી પ્રણામ.
મીનાક્ષી દેસાઈ (વડોદરા)


