વાચકની કલમ .
પ્રિયતમાનું સૌંદર્ય
મળી નજરથી નજર,
બની ગઈ દુનિયા રંગીન,
સંભળાઈ રહ્યું છે ચોમેર
ધક ધકનું કર્ણ-પ્રિય સંગીત.
ઢળેલા નયનોનો ભાર
ઉઠાવી નહીં શકે આ વ્યોમ,
અને ધરતી તારા વેગીલા
કદમ ચૂમવાને
આ વૃક્ષની ડાળી પણ નીચે નમી.
સાંભળી તારો મધુર સ્વર,
પવને પણ બજાવી બંસી,
તારા રસવંતી અધરો જોઈ,
શરમાઈ ગઈ ફૂલોની કળી.
તારા શ્યામલ કેશને નિહાળવા
આવી કાળી ધરા,
મને દેખાઈ છે
કુદરતના સૌંદર્યમાં
તારી હર મસ્ત અદા.
ગુલાબી તારા ગાલો જોઈ
બની ગયું આકાશ પણ ગુલાબી
ડર છે મદિરા વિના ન બની
જાઉં હું શરાબી.
માનું છું આભાર ઈશ્વરનો,
મારી જિંદગીમાં ખિલ્યું
એક સુંદર ફૂલ,
આવે છે આંસુ આંખોમાં,
વિચારીને કેમ રહીસ તારાથી દૂર
સૌંદર્ય અને પ્રેમની અમૂલ્ય
પ્રતિમા છે તું,
તારા સિવાય દિલમાં,
ન આપીશ બીજાને સ્થાન હું.
ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)
જિંદગી
જો ને કેલેન્ડરના પાના ફાટી ગયા
ને સાથે જિંદગી પણ ચાલી રહી
દિવસો-રાતના ચક્રમાં
સવાર-સાંજ ફરતી રહી
ખેલ ખેલ્યો હતો આજ શતરંજમાં
સોગઠાં ગોઠવવામાં રહી ગઈ
આવી હતી તવ બારણે
પણ ભીડ ઝાઝી બાજી રહી
મુકદમો તો હતો તારા જ અહેસાસનો
તેથી હારીને પણ જીતી ગઈ
સુખની શોધમાં નીકળી દુનિયા ભમવા
છેવટે મળ્યું ''શીવા'' તારા સંગાથમાં
પ્રો. શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)
હીબકે હીબકે રોયું
મનડું હીબકે હીબકે રોયું!
રોયું, એવું રોયું, પીછું મોરવછોયું!
અમથી દૂર થવાનું વ્હાલા
કોઈ કારણ તો આપો,
શ્વાસોનું સડસડાટ વહેવું
કેમ અચાનક કાપો?
જીવ ઝૂલે પારણિયે
જેનું વિષ્ટાયેલું ખોયું!
મનડું હીબકે હીબકે રોયું!
તમે હૈયું દુભાશે જાણી
અચકાઉં છું કહેતાં,
ખાબોચિયા શી આંખે
ગંગા-જમુના અવિરત વહેતા!
તરછોડયાંની મેશ લીંપાઈ
શું ન્હાવું શું ધોવું?
મનડું હીબકે હીબકે રોયું!
નેહા પુરોહીત (ભાવનગર)
તને મલ્યો તો....
તને મલ્યો તો દિલ થયું પાણી પાણી
તને જોઈતો પ્રીત થઈ તાણી તાણી
તારું રુપ જોયું તો મન થયું રાજી રાજી
તારા ગાલ જોયા તો પ્રેમ
થયો ધાણી ધાણી
તારી આંખ જોઈ તો નજર
થઈ મારી જીણી જીણી
વાત કરીશ હું તારી સાથે જાણી જાણી
તારા પ્રેમમાં ડૂબેલો છું
હું વાણી વાણી
તારા સિવાય ગમતી નથી
મને કોઈ છાણી છાણી
બસ જીવનમાં તું છે તો
જીવન ધન્ય થયું ભાણી ભાણી
ભાવેશ ડી. વસવેલીયા (જેતપુર)
વિરલ પ્રેમ
રાત્રિની નિરવ શાંતિમા
ચંદ્ર પ્રેમાળ નજરે જોઈ રહ્યો ધરતીને
કર્યો એ પાષાણ હૃદયે
એના પ્રેમનો અનાદર
ધરતી પર ફેલાવી અંધકારને...
ન કરી શક્યો ચંદ્ર ધરતીનો
આ અનાદર સહન
ધરતીને આકર્ષિત
કરવા બિછાવી તારાઓની ચાદર,
અને શણગાર્યું ગગન.
જંપી ગયા પશુ-પક્ષી,
ફેલાઈ રહી સર્વત્ર નિરવ-શાંતિ,
સૂસવાટા કરતા પવને
પણ કરી ોપતાની મંદ ગતિ.
નિરખી શકે પોતાનું રૂપ,
ચાંદ એ ફેલાવીપોતાની ચાંદની,
મૌન રહી કરી અવગણના
ધરતીએ ચાંદના પ્યારની.
સાગરના મોજાઓએ પણ
કર્યો ઘૂઘવાટ, ટકરાતા રહ્યા કિનારે,
હતી આશા શાયદ ધરતી
ચાંદના પ્રેમને સ્વીકારે.
ન હતી જાણ સાગરને કે
ધરતીએ કર્યો છે પ્રેમ સૂરજને
સૂર્ય કરે છે એના પ્રેમનો સ્વીકાર,
ક્ષિતિજમાં ફેલાવી એના કિરણોને.
નથી સ્પષ્ટ કુદરત કે માનવીના
પ્રેમની ભાગ્ય-રેખા
જોઈને આ અનોખો પ્રેમ મંદ-મંદ
સ્મિત કરે છે સ્વર્ગના દેવતા.
ફિઝ્ઝા એમ.આરસીવાલા (મુંબઈ)
સપના
સપના છે રાતના રાજા
નિંદરમાં વગાડે વાજા
દિવસમાં જેવા વિચાર
સપનામાં થાય સચાર
ઊંઘમાં દિલમાં ફરનાર
જાગો એટલે ઊડી જનાર
સપના જોવા મજા આવે
ગાયબ થતાં દુ:ખ થાવે
સપનાને સપના ધારો
લઘુગોવિંદ ના સહિત સહારો
ધનજી છેડા 'લઘુગોવિંદ' (કલ્યાણ)
હુંફાળો પ્રેમ
હુંફાળો તડકો જોઈ સ્પર્શેતો
સવાર બની જાય સુકુન ભરી રાત્રે
મને નીંદ મળી જાય
તમારો પ્રેમનો પ્યાલો
મધુર લાગે છે
જો ધારો તો પ્રેમ એક સહારો બની જાય
તમારું આવવું મને ગમશે
જો આવો તો દિલ
બહાર બની જાય
ઝંખે છે દિલ પ્રેમ તમારો પામવા
જો આપશો તો દિલનો થાક
ઉતરી જાય
પવનના સ્પર્શથી પ્રેમ પણ
દિવાનો બની જાય
નજર ઊંચે છે તે ધરાથી તે
સાકાર બની જાય
આ તડપને હવે બહુ સહન નથી કરવી
દિલ માંગે છે 'મોર' સ્નેહ
સરવાળો બની જાય.
પ્રેમનો ગુણાકાર- ભાગાકાર
મને પસંદ નથી.
મને તો બસ સપના દિદાર થઈ જાય
હુંફાળો પ્રમ જો મળે તો
દિલ ધન્ય બની જાય.
ભરત અંજારિયા (રૈયા રોડ- રાજકોટ)