બથુઆ (એક ભાજી)ને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી વાળમાંથી ખોડો દૂર થાય છે.
નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો.
- શિકાકાઈ તથા આંબળાનાં મિશ્રણથી અઠવાડિયામાં બે વખત વાળ ધોવાથી વાળ કાળા રહે છે. ઉપરાંત તેની લંબાઈ વધે છે.
- નખ પર તિરાડ પડી ગઈ હોય તો હુંફાળા સરસવમાં નખ ડૂબાડવા અઠવાડિયે એક વખત કરવું. જૈતુનનું તેલ લગાડવાથી પણ નખ મજબૂત રહેશે.
- રાંધતી વખતે તેલનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવું તે વધુ ગરમ ન થાય તેલ વધુ પ્રમાણમાં ગરમ થવાથી તેમાંની ચીકાશ દૂર થાય છે.
- દહીંને કાંચ અથવા માટીના વાસણમાં જમાવવાથી દહીં ખાટું નહીં થાય તેમ જ તેમાંથી પાણી નહીં છૂટે.
- ભોજન બાદ આદુનો ટુકડો ખાવાથી પેટની તકલીફ થશે નહીં. ઊલટી જેવું થતું હોય તો મીઠાવાળું સુકું આદું ખાવું રાહત થશે.
- ખજૂરના સૂકા બિયાં એન્ટિસેપ્ટિક છે. તેનો પાઉડર બનાવી તેમાં પાણી ભેળવી પેસ્ટ બનાવી ઉપયોગમાં લઈ શકાય.
- મુખમાંના ચાંદાથી રાહત પામવા ત્રણ-ચાર વખત ચમેલીના પાન ચાવવા.
- પૂરીનો લોટ બાંધતી વખતે તેમાં થોડો રવો ભેળવવાથી પૂરી ફૂલેલી રહે છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે.
- અડધો કપ કાચા દૂધમાં એક નાનકડી ચમચી મીઠું ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા નિખરે છે.
- ભોજન બાદ વરિયાળી ખાવાથી ભોજન સરળતાથી પચે છે. વરિયાળી ચાવવાથી પેટ હળવું રહે છે.
- મીનાક્ષી તિવારી


