Get The App

અજમાવી જૂઓ .

Updated: Sep 29th, 2025

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image

* આમળા-અરીઠાનો પાવડર વાળમાં લગાડી શેમ્પૂ કરવાથી વાળ મજબૂત તેમજ ચમકીલા થાય છે.

* સ્ટીલના વાસણો પરથી ડાઘા દૂર કરવા સફેદ વિનેગાર વાપરવો.

- બ્રેડ સુકાઇ ગયો હોય તો તેનો ભૂક્કો બનાવી રાખી દેવો. ગ્રેવી બનાવતી વખતે તેમાં એક ચમચો ભૂક્કો નાખવાથી ગ્રેવી ઘાટ્ટી બનશે.

- પાલક બાફતી વખતે તેમાં એક ટી સ્પૂન સાકર નાખવી તેમજ રાંધતી વખતે એક ટેબલસ્પૂન લીંબુનો રસ નાખવાથી પાલકનો રંગ લીલોછમ રહેશે.

 - ઇડલીનો આથો પાતળો થઇ ગયો હોય તો તેમાં  શેકેલો રવો થોડો ભેળવી દેવો.

- રીંગણાનો ઓળો બનાવતી વખતે તેમાં થોડું દહીં ભેળવવાથી ઓળાનો સ્વાદ તથા રંગ બને સારા થશે.

- દાળમાં આદુનો ટુકડો અથવા રિફાઇન્ડ તેલ નાખવાથી ગેસ થતો નથી.

- દાળ-ચોખામાં લસણની કળી રાખવાથી જીવાત પડતી નથી.

- રસોડાની દિવાલ પાસે કપૂરની ગોળીઓ રાખવાથી કીડીનો ઉપદ્રવ નહીં થાય.

- સૂપમાં નાખવા માટે ક્રિમ ન હોય તો માખણ અને દૂધ મિક્સ કરી નાખવું.

- હોઠ ઘેરા રંગના થઇ ગયા હોય તો મૂંઝાશો નહીં.એક ચમચી લીંબુનો રસ અને બે-ત્રણ ટીપાં  ગ્લિસરીનનું મિશ્રણ હોઠ પર એક મહિનો લગાડવું 

- શરદીથી નાક બંધ થઇ ગયું હોય તો નાક પર રાઇનું તેલ લગાડવાથી રાહત થશે. 

- મીનાક્ષી તિવારી