Get The App

અજમાવી જૂઓ .

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image

- ગાજર પેટને સાફ કરે છે, હેમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે તેમજ રક્તને શુદ્ધ કરે છે. તેમાં હૃદય ઉપચારક ગુણ છે.

- માખણમાં શુદ્ધ કેસર ભેળવી લગાડવાથી હોઠ પર કુદરતી ચમક તથા લાલી આવે છે.

-  ખીલની તકલીફથી છૂટકારો પામવા બે ચમચી હળદર, એક ચમચી ચંદન પાવડર, અડધી ચમચી મુલતાની માટી અને થોડા ટીપાં કારેલાના  જ્યૂસના ભેળવી પેસ્ટ બનાવી ચહેરા લગાડી ૨૦ મિનિટ પછી ધોઈ નાખવું.

- તેલની કડાઇમાં ચપટી મીઠું ભભરાવવાથી ફીણનો ઊભરો શમી જશેે.

- શરદીમાં પાન પર લવિંગ નાખીને ખાવાથી શરદી જલદી પાકીજાય છે.

- શ્વાસનળીની બીમારીમાં પાન રામબાણ ઇલાજ છે. પાનનું તેલ ગરમ કરી છાતી પર એક અઠવાડિયા સુધી લગાડવું.

- પાનમાં પાકી સોપારી તથા જેઠીમધ નાખી ખાવાથી મન પર સારી અસર પડે છેે.

- ભૂખ વધારવા, તરસ બુઝાવવા અને પેઢાની સમસ્યાથી રાહત પામવા બનારસી તથા દેસી પાન ફાયદાકારક સાબિત થયા છે.

- કાચા ગાજર ખાવાથી જડબાનો વ્યાયામ થાય છે. સલાડમાં ગાજર ઉમેરીને ખાવાથી લાભકારી છે.ઘીમાં મીણ પીગળાવી એક શીશીમાં રાખવું. ઠંડીના દિવસોમાં હોઠ પર નિયમિત લગાડવાથી હોઠ ફાટતા નથી.

- મિનાક્ષી તિવારી