Get The App

અજમાવી જૂઓ .

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image


સાબુદાણાને દૂધમાં ઉકાળી તેમાં જોઇતી સાકર ઉમેરી ખીર બનાવવી. ઠંડે પછી તેમાં એલચી તથા સુકોમેવો નાખવો.

- પાલકને બાફતી વખતે તેમાં એક ચમચી સાકર તેમજ એક ચમચી તેલ નાખવાથી પાલકનો રંગ લીલોછમ બનશે.

- અચાનક મહેમાન આવી જાય તો રવાને શેકી તેમાં દૂધ ઉમેરી ઉકાળવું.ઊપરાંત તેમાં મિલ્કમેડ, સાકર તેમજ એલચી અને સુકોમેવો નાખી પીરસવું. રવાના શીરા કરતાં એક નવી વાનગી થશે.

- દૂધીને છીણી તેને દૂધમાં ઉકાળી તેની પણ ખીર બનાવી શકાય છે. દૂધીના હલવા કરતાં વધુ સ્વાદિષ્ટ બને છે. 

- વધેલા બ્રેડ સુકા થઇ ગયા હોય તો તેનો ભૂક્કો કરીરાખી લેવો કોઇ પણ ગ્રેવીમાં આનો ઉપયોગ કરવાથી દાળ-શાક ઘટ્ટ થાય છે. તેમજ સ્વાદ વધે છે.

- તુવેરની દાળ વધી હોય તો તેમાં ભાત તથા  જોઈતા શાકબાજી તેમજ મસાલા ઉમેરી  મસાલેદાર ખીચડી બનાવવી.

- ફુદીનો,કેરી, લીલા મરચાં, કોથમીર,લસણ તેમજ મીઠું ભેળવી ચટણી બનાવવી.સ્વાદાનુસાર સાકર નાખવી.ગરમીમાં આ ચટણીનું નિયમિત સેવન કરવાથી ફાયદાકારક છે.

- ઇડલી બનાવતી વખતે એક કપ ચોખા,એક રાંધેલો ભાત અને એક કપ અડદની દાળ લેવા. ચોખા અને ભાત સાથે વાટવા તેમજ દાળ અલગથી વાટવી અને આથો પણ અલગ આપવો. ઇડલી ઉતારતા પહેલાં બન્ને મિક્સ કરવા અને બરાબર હલાવવું.

- મેથીના થેપલાના લોટમાં  દહીં નાખી લોટ બાંધવાથી થેપલા મુલાયમ બને છે.

- કડક ભાખરી બનાવવા લોટમાં મીઠું નાખી મુઠી પડતુ ંમોણ નાખી કડક લોટ બાંધવો. 

- મીનાક્ષી તિવારી

Tags :