મલાઇ-હળદરનું મિશ્રણ ચહેરા પર નિયમિત લગાડવાથી ત્વચા સ્નિગ્ધ થાય છે. રૂક્ષ ત્વચા માટે ફાયદાકારક છે.
વાળને ખરતા અટકાવવા ગરમ ઓલિવ ઓઇલમાં એ ટેબલસ્પૂન મધ અને એક ચમચી તજ પાવડર ભેળવી વાળમાં મસાજ કરી 30 મિનિટ બાદ વાળ ધોવા.
- કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા ડાઘાયુક્ત ભાગને ગરમ દૂધમાં ૩૦ મિનિટ ડૂબાડી રાખી બ્રશથી ઘસવું.
- સંતળાઇ રહેલા કાંદાની તીવ્ર ગંધ સહન ન થતી હોય તો તેમાં ચપટી સાકર ભેળવવી.
- આર્ટિફિશિયલ જ્વેલરી પર નેલ વૉર્નિશનો એક કોટ લગાડવાથી તે કાળી નહીં પડે.
- કેળાને કાચની બરણીમાં રાખી રેફ્રિજરેટરમાં મૂકવાથી કાળા નથી પડતા.
- લીમડાને કાચની શીશીમાં રાખવાથી જલદી ખરાબ નથી થતો.
- ચોખામાં એરંડિયાના બે-ત્રણ ટીપાં નાખવાથી તેમાં જીવાત નથી પડતી.
- રવાને સેકીને હવાચૂસ્ત ડબ્બામાં રાખી રેફ્રિજરેટરમાં રાખવાથી તેમાં જીવાત નથી થતી.
- ફૂદીનાના પાનને તોડી હવાચૂસ્ત ડબામાં રાખવાથી લાંબા સમય સુધી તાજા રાખી શકાય છે.
- ફૂદીનો, કોથમીર, તથા લીમડાને સુકાઇ જતા બચાવવા ભીના કપડામાં વીંટાળીને રાખવા.
- રોટલીના ડબ્બાને ગરમ તવા પર રાખવાથી તેમાં રાખેલી રોટલી ગરમ રહે છે.
- મીનાક્ષી તિવારી


