અજમાવી જૂઓ .
- આદુની છાલને ધોઈને સૂકવી નાખવી અને ચાની પત્તીના ડબ્બામાં ભેળવી દેવી. ચા સ્વાદિષ્ટ બનશે.
- મીઠાઈની ચાસણી બનાવતી વખતે એમાં થોડું માખણ ભેળવવાથી ચાસણી સારી થશે.
- કારેલાંની છાલને સૂકવી અનાજ તથા લોટના ડબ્બામાં રાખવાથી ધનેડાં નહીં પડે.
- એશટ્રેમાં એક ચમચી બેકિંગ પાવડર નાખી રાખવાથી સિગારેટની ગંધ નહીં આવે.
- ફલાવરના શાકને બાફતી વખતે પાણીમાં અડધો કપ દૂધ નાખી દો. ફલાવરનો મૂળ સફેદ રંગ જળવાઈ રહેશે.
- હેડકીથી છૂટકારો પામવા થોડા ટીપા વિનેગારના પીવા.
- ચામડાની વસ્તુ પર લાગેલી ફૂંગસ દૂર કરવા સોડા બાઈકાર્બમાં થોડું દૂધ ભેળવી ચામડું સાફ કરવું અને ત્યારબાદ લવેન્ડર તેલથી લૂછવું.
- જીવજંતુના ડંખ પર બે ચમચા ઓલીવ ઓઈલમાં એક ઈંડાની સફેદી ભેળવી લગાડવાથી રાહત થશે અને સોજો નહીં આવે.
- કાનની બૂટનું કાણું પૂરાઈ જવાથી બૂટ્ટી ન પહેરી શકાતી હોય તો બરફના ચોસલા થોડી સેકન્ડ ત્યાં રાખવાથી કાણું ખુલી જશે.
- સોનાનું પાણી ચડાવેલા ઘરેણાંને કોળાના જ્યુસથી સાફ કરવાથી નવા જેવાં થઈ જશે.
- કપડાં પરથી તેલના ડાઘા દૂર કરવા તે સ્થાન પર થોડો ટેલકમ પાવડર છાંટી બ્રશ ફેરવો.
- માઈગ્રેનનો દુખાવો હોય તો શુધ્ધ ઘીને વિપરીત બાજુ લગાડવાથી રાહત થશે.
- માસિક ધર્મના દુખાવામાંથી છૂટકારો પામવા નિયમિત એક ચમચી આમળાનો મુરબ્બો ખાવો.
- પેશાબ છૂટથી આવતો ન હોય કે અટકી જાય કે ખંજવાળ આવતી હોય તો એક મોટો ગ્લાસ પાણીમાં એલચીનો ભૂક્કો નાંખી પી જવું.
- નાના બાળકને પેટમાં ગેસનો ભરાવો થઈ જવાથી પેટ સખત થઈ ગયું હોય તો એક બે ટીપાં પાણીમાં હિંગ ભેળવી ડૂંટી પર લગાડવાથી રાહત થશે.
- સાડી પર 'વાઈન' પડી જાય તો ગભરાશો નહીં સ્વચ્છ રૂમાલને સોડામાં બોળી 'વાઈન' લૂછી નાખો.
- મિનાક્ષી તિવારી