Get The App

અજમાવી જૂઓ .

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image

- હોઠ પર સવાર-સાંજ શુદ્ધ ઘી હળવા હાથે લગાડવાથી હોઠ ફાટશે નહીં તેમજ હોઠ ખૂૂબસૂરત લાગશે. 

ચકરીમાં મલાઇ નાખવાથી ચકરી મુલાયમબને છે.

- લીલા મરચાંના ડિંટિયા તોડીને રાખવાથી લાંબા સમય સુધી તાજા રહે છે.

- વાસી નૂડલ્સને સ્વચ્છ પાણીથી ધોઇ તેને ચારણામાં નાખી પાણી નીતારવું અને તેલ લગાડી સૂપ અથવા સ્પ્રિંગ રોલ બનાવવામાં ઉપયોગમાં લઇ શકાય છે.

- ભાત બરાબર રંધાયા ન હોય અને પાણી નાખી ફરી રાંધવાનો સમય ન હોય તો મૂંઝાશો નહીં. ભાતમાં થોડું દૂધ ઉમેરી વરાળ આપવાથી ભાત ખાવાલાયક થઇ જશે.

- કઠોળને બાફતી વખતે તેમાં ત્રણ-ચાર ટીંપા કોપરેલના નાખવાથી કઠોળ બરાબર તેમજ જલદી બફાઇ જાય છે.

- સફરજનનો રસ કાઢી તેમાં થોડો ખાવાનો સોડા ભેળવી સવાર-સાંજ દાંતે ઘસવાથી પાયોરિયા, દાંતમાંથી નીકળતું રક્ત બંધ થઇ જાય છે.દાંત પર જામેલી છારી દૂર થઇ દાંત સ્વચ્છ ચમકીલા થાય છે.

- રાતના સૂતી વખતે એક-બે સંતરા ખાવાથી કબજિયાત દૂર થાય છે તથા પેટમાંના વાયુનું શમન થાય છે. સંતરામાં અપચો દૂર કરવાના ગુણ છે.

- લીલી હળદર શિયાળામાં નિયમિત ખાવાથી રક્તશુદ્ધિ થાય છે.

- ફણસીના શાકમાં અજમાનો વઘાર કરવાથી શાક સ્વાદિષ્ટ લાગે છે ઉપરાંત ગેસ નથી થતો.

- અપચામાં આદુનો રસ મધમાં ભેળવી પીવાથી  ફાયદો થાય છે. 

- ભોજન બાદ વરિયાળી ચાવવાથી મુખ દુર્ગંધ દૂર થાય છે. 

- મીનાક્ષી તિવારી