અજમાવી જૂઓ .
ઓવનની બેકિંગ ટ્રેને સરળતાથી સાફ કરવા સૌ પ્રથમ તેનાં પર ગરમ પાણીની ધાર કરવી.
ચોખામાં હળદર- મીઠું ભેળવી રાખવાથી ધનેડાં કે ઈયળ થશે નહીં.
- ઠંડા પીણાને સુશોભિત કરવા બરફ જમાવતી વખતે પાણીમાં ખાવાનો રંગ નાંખવો. રંગબેરંગી બરફના ટુકડાથી ઠંડા પીણાનો સ્વાદ પણ અનેરો આવશે.
- બાથરૂમની મારબલ લાદી સાફ કરવા પેટ્રોલ અથવા સ્પિરિટ ભીંજવેલ સુતરાઉ કપડું ઘસવાથી મારબલ પરનાં ડાઘા સાફ થશે.
- બે ચમચી તલનું તેલ, બે ચમચી બદામનું તેલ તથા એક ચમચી દૂધ ભેળવી ચહેરા પર લગાડવાથી રૂક્ષ ત્વચાની ફરિયાદ દૂર થશે.
- એક ચમચો તાજી મલાઈમાં ત્રણ ચમચા છૂંદેલા પીચ ભેળવી ચહેરા પર લગાડવાથી ત્વચા નિખરી ઊઠશે.
- આદુ- લસણની પેસ્ટમાં મીઠું તથા ખાવાનું તેલ ભેળવી રાખવાથી પેસ્ટનો રંગ લાંબા સમય સુધી બદલાશે નહીં.
- બ્રેડની સ્લાઈસને કાચા દૂધમાં થોડીવાર પલાળી રાખી છૂંદો કરી પેસ્ટ જેવું બનાવી ચહેરા પર પંદર મિનિટ લગાડીને ધોઈ નાખવાથી ચહેરાની ત્વચા ચમકીલી થશે.
- પ્લાસ્ટિકનાં અથવા કૃત્રિમ ફૂલો પર જામેલી માટી, રજકણ દૂર કરવા કાગળની થેલીમાં ફૂલ રાખવા તેમાં મૂઠી મીઠું પણ નાખી દેવું. થેલી હલાવવી. ફૂલ પરથી ધૂળ માટી દૂર થશે.
- ચાકુ પરથી કાટ દૂર કરવા કાંદો રગડવો. ચાકુ નવાનકોર જેવું થઈ જશે.
- ચોખા ઉકળતા હોય ત્યારે જ અડધા લીંબુનો રસ તથા બે ટીપાં સરખો નાખવાથી ચોખા ફૂલશે તથા સફેદ થશે.
- સાકરના ડબ્બામાં કીડી થઈ ગઈ છે? મૂંઝાશો નહીં. છાપામાં કપૂરનો ટુકડો વીંટી સાકરમાં રાખી દો. કીડી આપોઆપ બહાર નીકળી જશે.
- મિનાક્ષી તિવારી