Get The App

અજમાવી જૂઓ .

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image

પાલકનો લીલો રંગ જાળવી રાખવા રાંધતી વખતે તપેલું કે કઢાઇ ખુલ્લી રાખવી.

પેટમાં ગેસ થતો જણાય કે ગઠિયાવાની તકલીફ હોય ત્યારે મેથીની ભાજીનું શાક નિયમિત ખાવાથી ફાયદો થશે.

-   બાથરૂમની બહાર અખબારોની થોકડી મુકવાથી પગનું પાણી આસાનીથી શોષાઇ જશે. આ માટે અખબારના કેટલાક પાના લઇ તેને ચારે બાજુ સ્ટેપલ કરી ભેગા કરી દેવા.

-  કપડા પરથી તેલના ડાઘા દૂર કરવા તે સ્થાન પર ટેલ્કમ પાવડર છાંટી બીજા દિવસે સાબુથી ધોઇ નાખવું.

-  કપડા પર લાગેલા સ્યાહીના ડાઘા દુર કરવા તે ભાગ પર વિનેગાર લગાડયા પછી બ્લોટિંગ ટેબલ દબાવવાથી ડાઘા દુર થશે.

-  કપડા પર બોલપેનના ડાઘા લાગ્યા હોય તો રૂ ના પૂમડામાં સ્પિરિટ લઇને ઘસ્યા પછી તે કપડું ધોઇ નાખવું.

-  ઘીની તાજગી જાળવી રાખવા ઘી ની બરણીમાં સિંધવનો ગાંગડો મુકવો.શેમ્પુમાં લીંબુના થોડા ટીપા મેળવી વાળ ધોવાથી વાળની ચમક વધે છે.

-  આઇસ્ક્રીમના સ્કૂપ બરાબર નીકળે એ માટે સ્કૂપને ઠંડા આઇસ્ક્રીમમાં નાખતા પૂર્વે ગરમ પાણીમાં ડૂબાડવી.

-  વાસણમાં ખાદ્ય પદાર્થ ચોંટી ગયો હોય તો મુંઝાશો નહીં. વાસણને સાફ કરવા તેમાં પાણી ભરી અડઘો કપ બેકિંગ સોડા નાખી ઉકાળવાથી ચોંટી ગયેલા ખાદ્ય પદાર્થો ઉખડી જશે.

-  મેથીના લીલા પાનની પોટલી બનાવી ઇજા થઇ હોય એ ભાગ પર બાંધવાથી ઇજાને કારણે ચડેલો સોજો ઉતરી જાય છે.

- મીનાક્ષી તિવારી