Get The App

અજમાવી જૂઓ .

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                                                      . 1 - image

- પૂરીના લોટમાં એક ચમચી રવો અને ચોખાનો લોટ ભેળવવાથી પૂરી ક્રિસ્પી થાય છે.

* રોટલીના અટામણ માટે ચોખાનો લોટ વાપરવાથી રોટલી વધુ મુલાયમ બને છે.

 * ટામેટા વધુ પાકી ગયા હોય તો તેને બરફના પાણીમાં થોડું મીઠું ભેળવી ડૂબાડીને રાતના રાખી દેવા બીજે દિવસે ટામેટા તાજા લાગશે.

* બ્રેડ,બન કે પાઉં વધી પડયા હોય તો તેને મિકસરમાં ક્રશ કરી તેમાં લીલા મરચાં,આદુ,કાંદા,મીઠું પાણી ભેળવી પકોડા તળવા.

* બટરમાં કોઇ વાનગી બનાવવાની હોય તો ગરમ  કરતી વખતે બટર સાથે થોડું તેલ ઉમેરવાથી બટર બળશે નહીં.

અજમાવી જૂઓ                                                                                      . 2 - image

- આદુ-તુલસીની ચા બનાવીને ગરમ ગરમ પીવી  તેની વરાળ શ્વાસમાં લેવાથી શરદી દૂર થાય છે.

*  ઓવનનો ઉપયોગ ન કરતાં હોઈએ ત્યારે તેમાં થોડા લવિંગ તથા હળદર ભભરાવી રાખવાથી ઓવનમાં * વાત નહીં થાય.

* લીંબુનું અથાણું વાસ મારવા લાગે તો તેમાં થોડો સરકો ભેળવી દેવો.

* ઓઇલી ત્વચાવાળાએ હળવા ફેશવોસથી ચહેરો ધોવો.

* કેળાની ચિપ્સ બનાવતી વખતે કેળા કાળા પડી જતા રોકવા માટે કેળાની છાલ ઉતારી કેળાને પાંચ મિનિટ છાશ અથવા હળદરયુક્ત પાણીમાં ભીંજવવા.

* ઇડલી સાથે ખાવા કોપરાની ચટણી બનાવવા કોપરૂ ન હોય તો બે સ્લાઇસ બ્રેડ લઇ તેનો મિક્સરમાં ભૂક્કો કરી તેમાં સ્વાદાનુસાર મસાલો નાખવાથી સ્વાદિષ્ટ ચટણી તૈયાર થશે.

* કીડી કે મચ્છરના ડંખ પર વિક્સનો  ઉપયોગ આવતી ખંજવાળને રોકવાનો રામબાણ ઇલાજ છે.

- મીનાક્ષી તિવારી