Get The App

અજમાવી જૂઓ .

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image

- લસણને ફોલવાના થોડીવાર પહેલા તેલ લગાડી રાખવું. લસણ સરળતાથી ફોલાશે.

- વાસણમાંથી કાંદા-લસણની દુર્ગંધને દૂર કરવા  મીઠું અને લીંબુની છાલથી રગડીને સાફ કરવું.

-   મધમાખી, તીડ કે અન્ય નાનાં ઝેરી જંતુ કરડી જાય તો શરીર પરની પાતળી ત્વચા ઊપસી આવે છે, લાલ થાય છે અને ચળ આવે છે. તેનાથી રાહત પામવા ખાવાનો સોડા થોડા પાણીમાં કાલવીને વારંવાર લગાડવું.

-    વાયુ કે કફ(આમ) દોષથી અંગ જકડાઇ ગયાં હોય તો રાઇની પોટીસ લગસ્વાથી રાહત થાય છે.

-    ઉનના  વસ્ત્રોને અખબારમાં લપેટી રાખવાથી જીવાત નહીં પડે.

-    પરિવારને હૉટલ કરતાં પણ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી નાન, પરોઠાં ખવડાવવાં છે? લોટ બાંધતી વખતે પાણીના સ્થાને સૉડાવૉટરનો ઉપયોગ કરો.

-    માખણમાંથી ઘી બનાવતી વખતે તેમાં મેથીના થોડા દાણાં નાખવાથી 'ઘી' ની અનેરી સોડમ છૂટશે.

-    પાણીમાં એક ઢાંકણ વિનેગાર ભેળવી રસોડાનું પ્લેટફોર્મ સાફ કરવાથી કીડીઓનો  ઉપદ્રવ નહીં થાય.

-    અપચાની તકલીફથી છૂટકારો મેળવવા કાંદાનાં ટુકડાં પર લીંબુનો રસ નીચોવી ભોજન  સાથે  સેવન કરવું.

-    દળેલો અજમો એક ચમચી તથા ચપટી સિંધવ ભેળવી નયણેકોઠે ખાવાથી અપચાની તકલીફમાંથી છૂટકારો થાય છે.

-    ચોખા વધુ પ્રમાણમાં ખરીદાય ગયા છે? મૂંઝાશો નહીં. ચોખામાં જીવાત થતી અટકાવવા સૂકા આખા લાલ મરચા ભેળવી દો.

- મીનાક્ષી તિવારી