બિસ્કિટના ડબ્બામાં બિસ્કિટ ગોઠવતી વખતે બિસ્કિટના થર વચ્ચે બ્લોટિંગ પેપર રાખવાથી બિસ્કિટ નરમ નહીં પડે.
ટામેટાંનો જ્યુસ માફક આવતો હોય તે વ્યક્તિ તાવ આવે ત્યારે પીએ તો ગરમી શાંત થશે અને તૃષા છીપાશે.
- રૂક્ષ હથેળીને મુલાયમ નરમ કરવા બે ચમચી હુંફાળું રાઇના તેલમાં નાનો કટકો મીણ ઓગાળવું. આ પેસ્ટ હથેળી પર ઘસવી.
- બોરિક પાવડરની નાની નાની પોટલી બનાવી દાળમાં રાખવાથી તેમાં જીવાત નહીં પડે.
- કારેલાની છાલ સુકવી દાળના ડબ્બામાં રાખવાથી જીવાત નહીં પડે.
- કારેલાાંની કડવાશ દૂર કરવા કારેલા રાંધતી વખતે કાચી કેરીના બે-ચાર ટુકડા નાખવા.
- બે કપ પાણી ઉકાળવું તેમાં ૧૦-૧૫ તુલસીના પાન તથા થોડા મરી દાણા અને ચપટી સાકર નાખી બરાબર ઉકળે એટલે ચૂલા પરથી નીચે ઉતારી ઠંડુ પડવા દેવું. ગાળીને દિવસમાં ત્રણ વખત પીવાથી હાઇ બ્લડ પ્રેશરમાં લાભ થશે.
- અજમામાં ગોળ ભેળવી ખાવાથી પેટના દરદમાં રાહત થાય છે.
- લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો કિનારીએ મીણનો ટુકડો ઘસવાથી સરળતાથી ખાનું ખુલશે.
- કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા ડાઘાયુક્ત ભાગને ગરમ દૂધમાં ૩૦ મિનિટ ડૂબાડી રાખી બ્રશથી ઘસવું.
- મીનાક્ષી તિવારી


