Get The App

અજમાવી જૂઓ .

Updated: Dec 22nd, 2025

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image

- ચહેરા પરની રૂક્ષ ત્વચા દુર કરવા લીંબુની છાલને સુકવી તેનો પાવડર તૈયાર કરી તેમાં લીંબુનો રસ અને ગ્લિસરીન ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર મસાજ કરવો. ૧૫ મિનિટ બાદ ચહેરો ધોઈ નાખવો.

- ચારૂપાંચ કમળના ફૂલના પાન વાટી પેસ્ટ બનાવવી. તેમાં થોડાં ટીપાં ગુલાબજળ અને ગ્લિસરીન ભેળવી હોઠે પરની ફાટેલી ત્વચા પર લગાડવું, હોઠ મુલાયમ, કોમળ, ખૂબસૂરત થઈ જશે.

- દાડમના ફૂલના રસના બે ટીપાં નાકમાં નાખવાથી નસકોરીમાં રાહત થાય છે.

-  હેડકીની તકલીફ દૂર કરવા દાડમના દાણા ધીરે ધીરે ચાવવા.

- ઇડલી સંભારના સંભારમાં કોળુ ંનાખવાથી સંભાર સ્વાદિષ્ટ થશે.

- ઢોસા બનાવતી વખતે ઢોસાના ખીરામાં મેથીના થોડા દાણા નાખવાથી ઢોસા સ્વાદિષ્ટ થાય છે.

- ત્રણ ચમચા ગુલાબજળ, એક ચમચો ગ્લિસરિન અને બે ચમચા લીંબુનો રસ ભેળવવો, સ્નાન બાદ આ પેસ્ટ લગાડવાથી ત્વચાનું રૂક્ષપણું દુર થાય છે.

- તૈલીય ત્વચા માટે બે ચમચા પપૈયાના ગરમાં દસ ટીપાં લીંબુનો રસ નાખી બરાબર ભેળવવું. ચહેરા પર લગાડી ૨૦ મિનિટ બાદ ધોઈ નાખવું.

- એક ઈંડાની સફેદીમાં ૩ ચમચી મુલતાની માટી એક ચમચી સંતરાની છાલનો પાવડર અને થોડું મધ ભેળવી ચહેરા પર ૨૦ મિનિટ લગાડી ધોઈ નાખવું. ત્વચા નિખરી ઊઠશે.

-  નસકોરી ફૂટે તો માથા પર ઠંડુ પાણી રેડવું.

- મિનાક્ષી તિવારી