Get The App

અજમાવી જૂઓ .

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image

- હળદર અને ચંદન ઘસીને ચહેરા પર લગાડવાથી ચહેરો ચમકીલો બને છે. 

- છાશ વડે મોં ધોવાથી ચહેરા પરના ખીલના ડાઘા તથા કાળાશ દૂર થાય છે.

- વાગેલા ઘા પર હળદર દબાવી દેવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.

- સફેદ ઢોકળાનો આથો આપતી વખતે તેમાં મલાઇ નાખવાથી ઢોકળા મુલાયમ પોચા થાય છે.

- શરદીને લીધે આવતા તાવમાં તુલસીના પાનનો રસ મધ સાથે ચાટવાથી રાહત થાય છે.

- ગ્રીલચીઝ સેન્ડવિચમાં ટામેટા-બટાકાના પૈતાની બદલે ઝીણાં સમારી તેમાં મીઠું તથા સેન્ડવિચ મસાલો ભેળવવાથી સેન્ડવિચનો સ્વાદ સારો આવે છે.

- મેથીના મૂઠિયા બનાવતી વખતે લોટના પ્રમાણ કરતાં મેથીનું પ્રમાણ વધુ હોય તો મૂઠિયાનો સ્વાદ વધે છે. એટલે કે બાંધેલા લોટમાં મેથી સરખી દેખાવી જોઇએ.

- સંતરાની તેમજ લીંબુની સૂકી છાલની તાકીદે જરૂર પડે તો, આ છાલને માઇક્રોવેવ ઓવનમાં હાઇ સ્પીડ પર બે-ત્રણ મિનિટ મૂકવી.

- વાંરવાર મૂત્રત્યાગ કરવાની તકલીફમાંથી રાહત પામવા ત્રણ લીલા આંબળાનો રસ એક ગ્લાસ પાણીમાં ભેળવી સવાર-સાંજ પીવો.

- ઘરમાં કાંદા ન હોય અને ગ્રેવી બનાવવી હોય તો ખમણેલી કોબી નાખી દેવી.ગ્રેવી સ્વાદિષ્ટ બનશે.

- ચણાનો લોટ બગડી ગયો હોય તો તેને ફેંકી ન દેતાં તેનાથી ચીકણા વાસણો સાફ કરવા. ચીકાશ તરત જ શોષાઇ જશે અને વાસણ સાફ થઇ જશે.  

- મીનાક્ષી તિવારી