અજમાવી જૂઓ .
- લીંબુના અડધિયાને બે-ત્રણ દિવસ તાજું રાખવા તેના પર મીઠું લગાડીને રાખવા.
- કાચા લીલા કેળાને પાણીમાં રાખવાથી થોડા દિવસ તાજા રાખી શકાશે ઉપરાંત જલદી પાકશે નહીં.
- સ્ટીલની ગરણીને જ્વાળા પર રાખી ધોવાથી તેના પૂરાયેલાં છિદ્રો ખુલી જશે અને ગરણી સ્વચ્છ થઇ જશે.
- બટાકાની ચિપ્સને સફેદ કરવા તેને ફટકડી મેળવેલ ઠંડા પાણીમાં પલાળવી.
- બટાકાને બાફતી વખતે તેમાં થોડા ટીપા વિનેગારના ભેળવવાથી બટાકા ફાટી નહીં જાય તેમજ તેની સફેદાઇ જળવાઇ રહેશે.
- બદામને એક-દોઢ વરસ તાજી રાખવા બદામના ડબ્બામાં બે-ત્રણ ચમચા સાકર ભેળવી દેવી.
- રવા ઇડલીને મુલાયમ બનાવવા અડધી ચમચી 'ઇનો' ફૂટ સોલ્ટને દહીંની મલાઇમાં ભેળવવો. અને એક ચમચી ઘી ઇડલી ઉતારવાના બે મિનિટ પહેલાં રવાના મિશ્રણમાં નાખવી. રવો શેકેલો લેવો.
- લીમડાને લાંબા સમય સુધી તાજો રાખવા પાનને બે મિનિટ માઇક્રોવેવમાં મુકવાથી શેકાઇ જતા તેની સુગંધ પણ જળવાઇ રહેશે.
- ઘીના પેકેટને એક-બે કલાક ફ્રિજરમાં રાખી બરણીમાં ઠાલવવાથી સરળતાથી ઠલવાઇ જશે અને પ્લાસ્ટિકની થેલીમાં ચોંટી બગાડ નહીં થાય.
- ચોખામાં જીંવાત ન પડે માટે એક કિલો ચોખામાં ૧૦ લાલ સૂકા મરચાં રાખી મૂકવા.
- વાસણમાંથી ઇંડાની ગંધ દૂર કરવા તે વાસણમાં બ્રેડ ફેરવવો. એટલે કે બ્રેડથી વાસણ લૂછી નાખવું. માછલી રાંધતી વખતે તેની દુર્ગંધ દૂર કરવા રાંધતી વખતે તજના ટૂકડા મૂકી દેવા.
- એક કપ ઉકળતા પાણીમાં લીંબુ નીચોવી દિવસમાં બે-ત્રણ વખત પીવાથી શરદીમાં રાહત મળે છે.
- શીતોપલાદી ચૂરણ અને સુદર્શન ચૂરણ અડધી- અડધી ચમચી ભેળવી મધ સાથે દિવસમાં ત્રણ વખત પીવાથી લાભ થાય છે.
મીનાક્ષી તિવારી