Get The App

અજમાવી જૂઓ .

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image

- ફુદીનાનો રસ પીવાથી ઊલટી મટે છે 

- ચણાના લોટમાં પાણી અને ઘી ભેળવી ચહેરા પર લગાડવાથી વાન ઊઘડે છે 

- મેથીના લીલા પાનની પોટલી બનાવી ઇજા થઇ હોય એ ભાગ પર બાંધવાથી ઇજાને કારણે ચડેલો સોજો ઉતરી જાય છે.

- સેન્ડવીચને તાજી અને નરમ રાખવા માટે તેને બનાવ્યા પછી તરત જ પોલિથિનમાં વીંટાળી તરત જ રેફ્રીજરેટરમાં મૂકી દેવી. સવારે ઓફિસે કે શાળાએ જતી વખતે તેને લંચ બોક્સમાં મુકવી.

- સાંધાના દુ:ખાવામાં અજમાના તેલનું માલિશ કરવાથી રાહત થાય છે.

- પાંચ-છ ગ્રામ જેટલું વરિયાળીનું ચૂરણ રાત્રે સૂતી વખતે ગરમ પાણી અને દૂધ સાથે થોડા દિવસ લેવાથી જૂનો કબજિયાત દૂર થાય છે.  

- બટાટાની છાલ ત્વચા પર ઘસવાથી ત્વચા મુલાયમ થાય છે. 

- સંતરાની છાલને સુકવી તેનો પાવડર કરી ગુલાબજળમાં મેળવી ચહેરા પર લગાડવું. અડધો કલાક બાદ ધોઇ નાખવાથી ત્વચા મુલાયમ થશે તેમજ ડાઘા દૂર થશે.

- એક ચમચી મધ અને બે ચમચી આદુનો રસપીવાથી ઉધરસમાં રાહત થાય છે. 

- હુંફાળા દૂધમાં હળદર અને ઘી ભેળવીપીવાથી ઉધરસમા ંરાહત થાય છે. 

- તુલસીના પાન મરી સાથે ચાવવાથી ચક્કર આવતા બંધ થાય છે. 

-  એક કેળું, એક ચમચો મધ, અને એક ચમચો ચણાનો લોટ ભેળવીને પેસ્ટ બનાવી કોણી, આંખ પાસેના કાળા કુંડાળા  અને એડીની ફાટેલી ત્વચા પર લગાડવું. સુકાઇ જાય બાદ ધોઇ નાખવાથી ફાયદો થાય છે.  

- મિનાક્ષી તિવારી