Get The App

અજમાવી જૂઓ .

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image


- માખણને બરાબર પેક કરી રાખવાથી માખણ લાંબા સમય સુધી તાજું રહે છે.

- બટાટાને વધુ દિવસ તાજા રાખવા તેની સાથે લસણ રાખવું. 

- દાડમનું શરબત પિત્તાશયની બળતરાથી છૂટકારો અપાવે છે.

-  શરીરમાંથી પરસેવાની દુર્ગંધ દૂર કરવા હળદરને દૂધ સાથે વાટી શરીરે લગાડવું. સુકાઇ જાય બાદ ધોઇ નાખવું.

- માઇક્રોવેવ ઓવનને સાફ કરવા સફેદ દંત મંજન ભભરાવી સુકા કપડાથી લુછી નાખવું. ઓવન ચમકી ઊઠશે.

- પાણીમાં વધુ કામ કરવાથીઆંગળીની વચ્ચે ફંગસ થવી, ખંજવાળ આવવી તેમજ સોજો આવવા જેવી તકલીફથી રાહત પામવા ઉકાળેલી ફટકડીના પાણીથી પગ ધોવા.

- ગ્રેવીનારંગને ઘેરો કરવા ચપટી કોફી નાખો.

- ટોમેટો કેચઅપમાંની ગળાશ દૂર કરવા લીંબુનો રસ ભેળવવો.

- ચામડાના જોડા અથવા બેગ પર કરચલીઓ પડી ગી તો વેસલિન લગાડી થોડી વાર પછી બ્રશ ફેરવવાથી કરચલીઓ આછી થઈ જશે.

- એક્સપાયર થયેલા ટોનિક ફૂલ-છોડ માટે ઉત્તમ અત્તરનું કામ કરે છે.

- બારી-દરવાજા પર પડેલા સિમેન્ટના ડાઘ પર સૂકી રેતી ઘસવાથી ડાઘા સાફ થઈ જાય છે. 

- ઘરે ઘી બનાવતી વખતે તેમાં મેથી દાણા નાખવાથી ઘી જલદી ખરાબ નથી થતું.

- પાકા કેળાને લટકાવી રાખવાથી તે જલ્દી ખરાબ થતા નથી.

- નરમ અને સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ બનાવવા માવામાં થોડું પનીર ભેળવવું.

- મીનાક્ષી તિવારી

Tags :