Get The App

અજમાવી જૂઓ .

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image

- કાંદાને રેફ્રિજરેટરમાં રાખવાથી આંખમાંથી પાણી નથી આવતા.

- લીંબુને 20 મિનિટ ગરમ પાણીમાં પલાળી રાખી રસ કાઢવાથી વધુ પ્રમાણમાં નીકળે છે. 

- ગ્રેવીમાં દહીં ભેળવવાનું હોય તો મીઠું છેલ્લે નાખવું જેથી દહીં ફાટી નહીં જાય.

- ખીર બનાવવાના દૂધને ઊકાળતી વખતે ગેસનો તાપ ધીમો કરી લાકડાના ચમચાથી સતત હલાવતા રહેવું. સાકર હંમેશા છેલ્લે નાખવી. સાકર પહેલાં નાખવાથી ચોખા જલદી ચડતા નથી.

- સ્વીટ કોર્નનો પીળો કલર જાળવી રાખવા બાફયા પછી ચૂલા પરથી નીચે ઊતારતા પહેલાં તેમાં લીંબુનો થોડો રસ ભેેળવવો.

- શાક ચીમળાઇ ગયેલા લાગતા હોય તો તેને તાજા બનાવવા ઠંડા પાણીમાં લીંબુનો થોડો રસ ભેળવી શાકને થોડી વાર ડુબાડી રાખવા.

- દાળ બનાવતી વખતે તેમાં થોડા મેથીદાણા નાખવાથી એસિડિટી તેમજ ગેસની તકલીફ નથી થતી ઊપરાંત દાળ સ્વાદિષ્ટ લાગે છે.

- ભૂલથી હળદર વધુ પડી જાય તો લોખંડના ચાકુને ગરમ કરી શાકની ગ્રેવીમાં ડૂબાડવું. ઠંુ પડયે કાઢી નાખવું.

- બળેલા દૂધમાંથી વાસ દૂર કરવા નાગરવેલના  બે પાન દૂધમાં નાખી થોડી વાર ગરમ કરવું.

- શાકમાં મીઠું વધારે પડી ગયું હોય તો શાક પ્રમાણે તેમાં એક ચમચી સાકર, બાફેલા બટાકા, ટામેટા અથવા લીંબુ નો રસ ઉપરાંત બાફેલી ચણાની દાળ ભેળવી દેવી.

- ફૂદીના તથા લીમડાના પાનને એક બાઉલમાં માઈક્રોવેવ ઓવનમાં રાખવાથી ઓવનમાં ઝીણી ઝીણી વાંદી થશે નહીં.

- મિનાક્ષી તિવારી