- દાંતના દુખાવાથી રાહત પામવા લવિંગના ભૂક્કામાં લીંબુનો રસ ભેળવી લગાડવું.
- કારેલાના રસમાં સાકર ભેળવી પીવાથી હરસમાં રક્ત પડતું હોય તો રાહત થાય છે.
- કાનના દુખાવામાં તુલસીના હુંફાળા રસના થોડા ટીપા કાનમાં નાખવાથી ફાયદાકારક નીવડે છે.
- બાફેલું ગાજર ખરજવા પર બાંધવાથી ખરજવું મટે છે.
- ચોમાસાની ઋતુમાં ચામાં તજનો ભૂક્કો નાખવાથી શરદી નથી થતી તથા ચાનો સ્વાદ તથા સોડમ વધે છે.
- કેક પરનું બચેલું આઈસિંગ ઘટ્ટ થઈ જાય તો જોઈતા પ્રમાણમાં દૂધ ભેળવવું.
- ચહેરા પર કેળાને મસળીને લગાડવાથી કાળા ધાબા દૂર થાય છે.
- હોઠની મુલાયમતા જાળવી રાખવા મિલ્ક પાવડરને પાણીમાં ભેળવી હોઠ પર લગાડવું.
- શરીરને સુગંધિત કરવા નહાવાના પાણીમાં લીમડો અને લીંબુનો રસ ભેળવી સ્નાન કરવું.
- મેથીના ભુક્કાને દહીમાં નાખી ગરદન પર લગાડી સૂકાઈ ગયા બાદ ધોઈ નાખવાથી ગરદન પરના કાળા ડાઘ દૂર થાય છે.
- બાળકના દૂધની બાટલી ધોવા બાટલીમાં ઠંડુ પાણી નાખી તેમાં બે ચપટી ચોખા નાખી હલાવો ચોખા અંદર ફરીને દૂધની ચીકાશ ચૂસી લશે અને બાટલી સ્વચ્છ થઈ જશે.
- ચિનાઈ માટીના વાસણમાંથી દુર્ગંધ દૂર કરવા સરકા (વિનેગાર) ના પાણીમાં પલાળી રાખીને ધોવા.
- સુકાયેલા ગુંદરને ઉપયોગમાં લેવા સરકાના થોડા ટીપા નાખવા.
- મીનાક્ષી તિવારી


