કાંદાને એક કલાક રેફ્રિજરેટરમાં રાખી સમારવાથી આંખમાંથી પાણી નહીં નીકળે.
મહેંદીને એક-બે કલાક આમલીના પાણીમાં પલાળી રાખી લગાડવાથી મહેદીનો રંગ ઘેરો આવે છે.
- ચહેરા પરના રોમછિદ્રો ખુલેલા હોય તો એક ઇંડાની સફેદીને ફીણી ચહેરા પર અઠવાડિયામાં બે વાર લગાડવી. ૧૦-૧૫ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો.
- સવાર-સાંજ ભોજન સાથે સલાડમાં ખીરાનું સેવન કરવાથી ત્વચાની શુષ્કતા, રૂક્ષપણું અને ફોડલી જેવા વિકાર દૂર થાય છે. ખીરાનું સેવન સોંદર્યને નિખારે છે તેમજ સ્ફૂર્તિમય બનાવે છે.
- શેકેલું રીંગણું કે બટાટાની છાલ સરળતાતી ઉતારવા તેને ઠંડી પાણીમાં રાખવા.
- પકોડાને ક્રિસ્પી બનાવવા ચણના લોટમાં થોડો ચોખાનો લોટ અથવા રવો ભેળવવો.
- સરકો અથવા કાંદાનો રસ સમાન માત્રામાં ભેળવી આ મિશ્રણથી સ્ટીટલના વાસણો ઘસવાથી વાસણ ચમકી ઊઠશે.
- અજમાના પાન મીઠું સાથે ચાવવાથી પાચનક્રિયા સુધરશે.
- રેશમી કપડાં ધોતી વખતે પાણીમાં એક ચમચો ગ્લિસરીન ભેળવવાથી રેશમની ચમક જળવાઇ રહેશે.
- લાકડાના ફર્નિચર પર ઘસરકા પડયા હોય તો તેના પર ભૂરું શૂ પૉલિશ રગડવાથી નિશાન છૂપાઇ જશે.
- રસોડાની સિન્કની પાઇપમાંથી પાણી બરાબર જાય તે માટે મીઠાનું દ્રાવણ થોડા થોડા અઠવાડિયે નાખવું.
- મીનાક્ષી તિવારી


