આર્ટિફિશિયલ જ્વેલરી પર નેલ વૉર્નિશનો એક કોટ લગાડવાથી તે કાળી નહીં પડે.
હોઠ પર દરરોજ મોઇશ્ચરાઇઝર બામ અથવા મલાઇ લગાડવાથી હોઠ મુલાયમ બને છે.
- ફૂલદાનીમાં ફૂલ તાજા રાખવા પાણીમાં થોડી સાકર તથા પ્રવાહી ડિટર્જન્ટ નાખવું. સાકર ફૂલોને તાજા રાખશે તથા ડિટર્જન્ટથી પાણી ગંધાશે નહીં.
- નબળા નખને મજબૂત કરવા જિલેટીનના દ્રાવણમાં ૧૫ મિનિટ ડૂબાડી રાખવા.
- સૂકા મીઠાની થેલી બિસ્કિટના ડબ્બામાં રાખવાથી તે બ્લોટિંગ પેપરનું કામ કરશે. તે ભેજ શોષી લેશે જેથી બિસ્કિટ કડક, તાજા, ક્રિસ્પિ રાખી શકાશે.
- સંતળાઇ રહેલા કાંદાની તીવ્ર ગંધ સહન ન થતી હોય તો તેમાં ચપટી સાકર ભેળવવી.
- કોપરેલમાં હળદર ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા ચમકીલી બનશે.
- આદુના રસમાં ચપટી હીંગ નાખીને ઉપયોગ કરવાથી કાંદા જેવી જ સોડમ આપશે. કાંદા ન હોય તો આ નુસખો ઉપયોગી બને છે.
- લીંબુના રસને ખાટા દહીંમાં ભેળવી તેનાથી નોનસ્ટિક વાસણ સાફ કરવાથી વાસણ ચમકીલા થશે.
- મેંદુવડા બનાવવા અડદની દાળને લીસી વાટવી. દાળ વાટતી વખતે તેમાં થોડું થોડું પાણી નાખતા જવું. પાણી વધી જવાથી વડા સરખા થશે નહીં. દાળ બરાબર વટાશે તો જ મેંદુવડા સારા થશે.
- શરીર પર ગરમ પાણી પડવાથી દાઝી જવાય તો તરત જ દાઝ્યા પર વનપસ્તિ ઘી લગાડી દેવાથી ફોડલાં નહીં પડે.તેમજ બળતરા શાંત પડી જશે.
- પંજાબી સમોસા બનાવતી વખતે બાફેલા બટાટાને બદલે બટાકા ઝીણા સમારી તેલમાં વઘારીને નાખવાથી સમોસા સ્વાદિષ્ટ થશે.
-મીનાક્ષી તિવારી


