Get The App

અજમાવી જૂઓ .

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image

કેળાને છુંદી ચહેરા પર લગાડવાથી ચહેરા પરના ધૂળ-માટી તથા મૃત ત્વચા દૂર થઇ ચહેરો સ્વચ્છ થાય છે.

પાણીપૂરીના પાણીંમાં ખટાશ સાથે  ગળપણ માટે સહેજ ગોળ નાખવો સ્વાદ વધુ સ્વાદિષ્ટ થશેે.

- દરરોજ રાતના ઓલિવ ઓઇલથી હાથ પર મસાજ કરવાથી નખ તથા હાથની ત્વચા કોમળ થાય છે.

- કાંદા-લસણ-ટામેટાની ગ્રેવી બનાવી તેમાં પનીર ખમણીને નાખવાથી સ્વાદિષ્ટ શાક તૈયાર થાય છે.

- દૂધ કેરી સીઝનમાં નિયમિત ખાવાથી પૌષ્ટિક સાબિત થાય છે.

- તીખા ગાંઠિયા કઢીમાં નાખવાથી કઢી સ્વાદિષ્ટ થાય છે. 

- સેવ ટામેટાના શાકમાં કાંદા લસણ નાખવાથી શાક વધુ સ્વાદિષ્ટ થાય છે.

- રાતના સૂતી વખતે ગરમ પાણીમાં થોડું મીઠું નાખી પીવાથ ીકબજિયાતથી રાહત થાય છે.

-  દોઢ થી બે તોલાભાર મેથી અતવા મેથી પાવડર  પલાળીને લેવાથી વા મટે છે.

- હળદર અને ખાંડ એક એક ચમચી લઇ ફાકી મારવી. તેના પર ગરમ દૂધ ધીમે ધીમે પીવાથી વધેલા કાકડા બેસી જાય છે.

- પા ચમચી અજમા સાથે એક ચમચી આદુનો રસ સવારે અને રાતના લેવાથી કરમ મટે છે.તુલસીનો રસ ત્રણ ગ્રામ, આદુનો રસ ત્રણ ગ્રામ અન એક ચમચી મધ લેવાથી કફથી રાહત થાય છે.

- બાફેલા કાંદામાં મીઠું નાખી તેની પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડું ફૂટી જાય છે.

- મીનાક્ષી તિવારી