Get The App

અજમાવી જૂઓ .

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image

પેટમાં ગેસ થતો જણાય કે ગઠિયાવાની તકલીફ હોય ત્યારે મેથીની ભાજીનું શાક નિયમિત ખાવાથી ફાયદો થશે.

દાંંતના દુખાવામાં અજમાના તેલનું પૂમડું ભીંજવીને દુ:ખતા દાંત પર લગાડી લાળ બહાર કાઢી નાખવાથી ફાયદો થાય છે.

- બાથરૂમની બહાર અખબારોની થોકડી મુકવાથી પગનું પાણી આસાનીથી શોષાઇ જશે. આ માટે અખબારના કેટલાક પાના લઇ તેને ચારે બાજુ સ્ટેપલ કરી ભેગા કરી દેવા.

- પાલકનો લીલો રંગ જાળવી રાખવા રાંધતી વખતે તપેલું કે કઢાઇ ખુલ્લી રાખવી.

- કપડા પરથી તેલના ડાઘા દૂર કરવા તે સ્થાન પર ટેલ્કમ પાવડર છાંટી બીજા દિવસે સાબુથી ધોઇ નાખવું.

- કપડા પર લાગેલા સ્યાહીના ડાઘા દુર કરવા તે ભાગ પર વિનેગાર લગાડયા પછી બ્લોટિંગ ટેબલ દબાવવાથી ડાઘા દુર થશે.

- કપડા પર બોલપેનના ડાઘા લાગ્યા હોય તો રૂ ના પૂમડામાં સ્પિરિટ લઇને ઘસ્યા પછી તે કપડું ધોઇ નાખવું.

- ઘીની તાજગી જાળવી રાખવા ઘી ની બરણીમાં સિંધવનો ગાંગડો મુકવો.શેમ્પુમાં લીંબુના થોડા ટીપા મેળવી વાળ ધોવાથી વાળની ચમક વધે છે.

- આઇસ્ક્રીમના સ્કૂપ બરાબર નીકળે એ માટે સ્કૂપને ઠંડા આઇસ્ક્રીમમાં નાખતા પૂર્વે ગરમ પાણીમાં ડૂબાડવી.

- વાસણમાં ખાદ્ય પદાર્થ ચોંટી ગયો હોય તો મુંઝાશો નહીં. વાસણને સાફ કરવા તેમાં પાણી ભરી અડઘો કપ બેકિંગ સોડા નાખી ઉકાળવાથી ચોંટી ગયેલા ખાદ્ય પદાર્થો ઉખડી જશે.

- મિનાક્ષી તિવારી