Get The App

અજમાવી જૂઓ .

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image

 ટામેટાંનો જ્યુસ માફક આવતો હોય તે વ્યક્તિ તાવ આવે ત્યારે પીએ તો ગરમી શાંત થશે અને તૃષા છીપાશે.

કારેલાંની કડવાશ દૂર કરવા કારેલા રાંધતી વખતે કાચી કેરીના બે-ચાર ટુકડા નાખવા.

- ગુલાબજળ તથા ગ્લિસરિન ભેળવી ચહેરા, ગરદન, હાથ પર લગાડી થોડીવાર રહી ઠંડા પાણીથી ધોવાથી સનબર્નમાં રાહત થાય છે.

- પકોડાને ક્રિસ્પી બનાવવા માટે તેમાં થોડો કોર્નફલોર ભેળવવો.

- સલાડને તાજું રાખવા માટે સમર્યા પહેલા સામગ્રીને થોડી વાર બરફના પાણીમાં રાખવી.

- અડધો કપ કાચા દૂધમાં એક નાનકડી ચમચી મીઠું ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા નિખરે છે.

- બથુઆ (એક ભાજી)ને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી વાળમાંથી ખોડો દૂર થાય છે.

- ભોજન બાદ વરિયાળી ખાવાથી ભોજન સરળતાથી પચે છે. વરિયાળી ચાવવાથી પેટ હળવું રહે છે.

- નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો.

- માસિક ધર્મમાં દુખાવાથી રાહત પામવા ૮-૧૦ બદામ પાણીમાં રાતના પલાળવી સવારે તેની છાલ ઉતારી ચાવી ચાવીને ખાવી.આ પ્રયોગ માસિક ધર્મના ૧૫ દિવસ પહેલાં કરવો.બદામને નિયમિત સવાર સાંજ નાસ્તા પહેલાં ચાવીને ખાવી.

-  અજમામાં ગોળ ભેળવી ખાવાથી પેટના દરદમાં રાહત થાય છે.

- મીનાક્ષી તિવારી