Get The App

અજમાવી જૂઓ .

Updated: Aug 11th, 2025

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image


- દાંતના દુખાવાથી રાહત પામવા થોડી હિંગ  રાતના દાંતમાં દબાવી સુઇ જવું.

- લીલા મરચાંને અધિક સમય તાજા રાખવા ડિટિંયા કાઢી હવાચુસ્ત ડબામાં મુકી રેફ્રિજેટરમાં રાખવા. 

 જીહાથ-પગની ત્વચા સખત, જાડી તથા બરછટ હોય તો તેને મુલાયમ કરવા  રાતનાલીંબુના અડધિયાને તે ભાગ પર રગડવું. આમ કરવાથી રોમછિદ્રો ખુલી જશે અને ત્વચા નરમ તથા મુલાયમ થશે.

જીભીંડાના ડિંટિયાને  કાઢી છાયામાં સુકવી તેનું ચુરણ બનાવવું. તેને ચાળી તેમાં ખડાસાકર ભેળવી સવારે નયને કોઠે ફાકવી.ડાયાબિટિસમાં લાભકારી નીવડે છે.

જીતમાલપત્રને બારીક દળી દર ત્રીજે દિવસે દાંત સાફ કરવાથી દાંત ચમકીલા, મજબૂત તથા સ્વસ્થ બને છે.

જીહોઠ પરની કાળાશ આછી કરવા એક બદામમાં પાણી નાખી પેસ્ટ બનાવી હોઠ પર હળવે હળવે ઘસવું જેથી ત્વચામાં ઊતરે. થોડા દિવસ નિયમિત કરવું.

જીશરીરના કોઇ ભાગ પરથી મસા દૂર કરવા કાંદા પર ચૂનો લગાડવો જેથી મસો તરત જ બળીને નીકળી જશે.

 જીજેઠીમધને રાતના પાણીમાં ભીંજવી સવારે તે પાણીનું સેવન કરવાથી સાંધાના દુખાવા તથા માંસપેશિઓના દુખાવામાં રાહત થાય છે.

જીજેઠીમધના ભૂક્કામાં ગોળ ભેળવી પાણી સાથે લેવાથી કબજિયાતમાંથી છૂટકારો મળે છે.

જીજેઠીમધના બારીક ચૂરણને માખણ, ઘી અથવા મધ સાથે ભેળવી જખમ પર લગાવાથી જલદી રુઝાઇ જાય છે તેમજ નિશાન નથી રહેતા.

- મીનાક્ષી તિવારી

Tags :