Get The App

અજમાવી જૂઓ .

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                                                      . 1 - image

- ઊનના સ્વેટર, શાલ વગેરે પર પડેલા ડાઘા દૂર કરવા ડાઘા પર થોડું દહીં ઘસીને ધોવું.

* આખો દિવસ તમારું શરીર સુગંધી રહે તે માટે નહાવાના પાણીમાં પહેલેથી જ ગુલાબની પાંખડીઓ નાખી દો અથવા થોડું પાણી લઈ તેમાં પાંખડીઓ નાખીને રાખી મૂકો. સ્નાન કર્યા પછી આ પાણી આખા શરીરે ચોળી નાખો. તમારું શરીર સુગંધત બની જશે.

* નહાવાના પાણીમાં સંતરાની સૂકી છાલ નાખી સ્નાન કરવાથી શરીર સુગંધિત બની જાય છે. આનાથી તમે આખો દિવસ તાજગી અનુભવશો.

અજમાવી જૂઓ                                                                                      . 2 - image

વાળને ખરતા અટકાવવા ગરમ ઓલિવ ઓઇલમાં એ ટેબલસ્પૂન મધ અને એક ચમચી તજ પાવડર ભેળવી વાળમાં મસાજ કરી ૩૦ મિનિટ બાદ વાળ ધોવા.

* સ્નાન કર્યા પછી થોડા પાણીમાં ગુલાબજળ પાંચ-દસ ટીપાં નાખીને તે પાણી શરીર પર ઘસવાથી શરીમાંથી પરસેવાની દુર્ગંધ નહીં આવે.

* નહાવાના પાણીમાં ડેટોલ કે યુડીકોલોન નાખવાથી શરીરમાં લાંબા સમય સુધી તાજગી અનુભવશો.

* હાથપગ અને ચહેરા પર હળદર અને ચંદનનો લેપ લગાવતાં રહેવાથી પણ ત્વચા ખુશબુદાર બને છે અને અળાઈઓથી છુટકારો મળે છે.

* ચંદનનો ભૂકો પાણીમાં ઉકાળીને તે પાણીને નહાવાના પાણીમાં મિક્સ કરી સ્નાન કરવાથી તાજગી અનુભવાય છે.

* પહેરવાનાં કપડાં વચ્ચે અગરબત્તીનાં ખાલી પેકેટ મૂકવાથી, કપડાં પહેરશો ત્યારે શરીરમાંથી મોહક સુગંધ આવશે.

* સ્નાન કર્યા પછી કોઈ પણ મંદ સુગંધવાળો ટેલકમ પાઉડર શરીર પર છાંટવાથી શરીરમાં સુગંધ આવ્યા કરે છે.

- મીનાક્ષી તિવારી