Get The App

અજમાવી જૂઓ .

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image

- દાઝી ગયા પર મધ લગાડવાથી ફોડલા નહીં પડે ઉપરાંત બળતરા પણ ઓછી થશે.

- વરિયાળીનું ચુરણ અને સાકર સપ્રમાણ લઈ બરાબર ભેળવી દેવી 8 થી 10 ગ્રામ જેટલી માત્રા સવાર સાંજ ગરમ દૂધ સાથે દોઢ મહિનો ફાકવાથી માસિક સાફ આવશે તથા પીડાથી છુટકારો મળશે.

- કોલી ફ્લાવરનું શાક બનાવતી વખતે તેમાં મીઠું,સાકર તથા પાણીનું મિશ્રણ નાખવાથી કોલી ફ્લાવરના ટુકડા એમ જ ખીલેલા રહેશે.

- હેડકી આવતી હોય તો તેને બંધ કરવા બંને કાનમાં આંગળી નાખી થોડી વાર શ્વાસ રોકી રાખવો.

- ઘી બનાવતી વખતે તેમાં એક તમાલપત્ર નાખવાથી ઘી લાંબા સમયસુધી તાજું રહેશે તેમજ સુગંધ પણ સારી આવશે.

- કાટના ડાઘા દૂર કરવા મીઠું અને લીબુંના રસની પેસ્ટ બનાવી ડાઘ પર રગડવું.

- ભોજનમાં કોથમીરનો ઉપયોગ અધિક માત્રામાં કરવાથી માસિક ધર્મમાં રક્તસ્રાવ સામાન્ય  રહે છે. દસ- દસ ગ્રામ ધાણાનો ભૂક્કો તથા ખડી સાકર એક કપ પાણીમાં ઉકાળી ઠંડુ થાય પછી પીવું. સવાર- સાંજ ૧૫ દિવસ પીવાથી અધિક ઋતુસ્રાવની તકલીફથી છૂટકારો મળશે.

- મારબલ પરથી ડાઘા દૂર કરવા બોરેક્સ પાવડરમાં પાણી ભેળવી સાફ કરવું.

- લીંબુનો રસ તથા દૂધ સપ્રમાણ ભેળવી મારબલ સાફ કરવાથી તેના પરના ડાઘા દૂર થશે.

- ત્રણ ગ્રામ આંબળાનું ચૂરણ તથા ત્રણ ગ્રામ હળદર ભેળવી દિવસમાં બેવાર પાણી સાથે પીવાથી ડાયાબિટિસની શરૂઆતની અવસ્થામાં ફાયદો થશે.

- મીનાક્ષી તિવારી