Get The App

અજમાવી જૂઓ .

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image

મચ્છરના ડંખથી બચવા લવિંગનું તેલ લગાડવું.

પીપરી મૂળ તથા સૂંઠ સમાનભાગે લઇ ચૂરણ બનાવી 2 થી 3 ગ્રામ જેેટલું મધ સાથે સેવાથી વાયુ-કફની ઊલટી મટે છે.

જીજેમનું વજન વધતું ન હોય, જેઓ કાયમ દુબળા-પાતળા રહેતા હોય તેમણે ભોજનમાં  ૨-૪ દિવસે અડદની દાળ, અડદનો ઉપયોગ કરવો. તે સાથે શારીરિક શ્રમ કે વ્યાયામ કરવો. તેથી ૪-૬ માસમાં શરીર જાડું, પુષ્ટ અને તાકાતવાન બનશે. 

- બહારના માર કે મચકોડ પર હળદર તથા મીઠું ગરમ કરી લેપ કરવો તથા  ગોળ-ઘીમાં બનાવેલ ઘઉંના લોટનો શીરો ખવડાવવાથી પીડા દૂર થાય છે.

- ચણાના લોટમાં દૂધ તથા તેલ મેળવીને કાયમ સ્નાન કરવાથી શરીરનો રંગ ગોરો તેજસ્વી બને છે.

- મસૂરની દાળના લોટમાં દૂધ તથા થોડું તેલ નાખીને (સાબુને બદલે) તેના ઉબટનથી રોજ ચહેરા તથા શરીર પર ચોળીને સ્નાન કરવાથી વાન સુંદર બને છે. મેદસ્વીએ દૂધ-તેલ વગર જ એકલા લોટથી સ્નાન કરવું.

- એલચીના ફોતરાં બાળી તેની ભસ્મ મધ સાથે  ચાટવાથી કફની ઊલટી-ઊબકામાં રાહત થાય છે.

- ૩ ગ્રામ જેટલોં મેથીનો ભૂક્કો સવાર-સાંજ ગોળ અને પાણી સાથે થોડા દિવસ લેવાથી દસ્ત સાફ આવે છે.

- ગાલ પચોળિયા પર ગરમ પાણીમાં મીઠું નાખી રોજ ૨-૩ વાર કોગળા કરવા. બારીક મીઠું ઝીણા કપડાની બેવડમાં મૂકીને ગળા પર ગાલપચોળા પર બાંધવાથી લાભ થાય છે.

- બાળકોને થતા કરમિયામાં ૧ રતિ ભાર જેટલું કેસર  થોડા દૂધમાં ખરલ કરી ઘૂંટી નિયમિત આપવાથી લાભ થાય છે.

- મીનાક્ષી તિવારી