Get The App

અજમાવી જૂઓ .

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image

રવાના ઢોકળા બનાવતી વખતે આથામાં ગરમ તેલ તથા સોડા નાખી ઉતારવાથી ઢોકળાં પોચા બનશે.

 નવજાત  શિશુને ઉધરસથી રાહત આપવા આદુના રસમાં મધ ભેળવી આપવું.આદુના રસનું પ્રમાણ વધારે પડતું ન હોય તેનું ધ્યાન રાખવું.

-  ટામેટાનો સૂપ બનાવતી વખતે તેમાં ફૂદીનાનાં થોડા પાન નાખવાથી સૂપની સોડમ તથા સ્વાદ બંને સારા લાગશે.

-  પગની આંગળીમાં નીચેના ભાગમાં સાંધા પર ચીરા પડી ગયા હોય તો તેના પર બોરીક પાવડર લગાડવાથી રાહત થશે.

-  બટાકાના છૂંદામાં થોડો સૂરણ,કંદનો છૂંદો તથા આરારોટ ભેળવી જોઇતો મસાલો કરી પેટીસની માફક તવા પર બેને બાજુ શેકી ઉતારી ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે.

-  પપૈયાનો ગર ચહેરા પર નિયમિત લગાડવાથી ત્વચા મુલાયમ થાય છે.

-  પુસ્તકોમાં જીવાત ન પડે માટે તેની સાથે મેન્થોલની ગોળીઓ અથવા તો તમાકુના પાંદડા મુકવા.

-  ઇડલી સાથે સંભાર બનાવતી વખતે કોળાના ટુકડા તથા સરગવાની શીંગના ટુકડા બાફી વઘારી દાળ નાખી જોઇતો મસાલો નાખવાથી સંભાર સ્વાદિષ્ટ લાગે છે.

- હોઠ પર દરરોજ મોઇશ્ચરાઇઝર બામ અથવા મલાઇ લગાડવાથી હોઠ મુલાયમ બને છે.

- તેલવાળું વાસણ ધોવા મૂકતાં પહેલા તેને ઘઉંના લોટથી બરાબર લૂછી નાખવું. જેથી વાસણમાંની ચીકાશ નીકળી જશે અને લોટમાં મોણ નાખવાની જરૂર નહીં પડે.  

- મીનાક્ષી તિવારી