* રાંધેલા ભાતને દૂધ સાથે વાટી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી કરચલી દુર થાય છે.
* દાળ બાફતી વખતે તેમાં એક ચમચી ઘી નાખવાથી દાળ ઊભરાશે નહીં.
- કાચા દૂધમાં ચણાનો લોટ, હળદર અને ચંદન પાઉડર ભેળવી ઉબટન બનાવી લગાડવાથી ત્વચા ચમકીલી બનેે છે તથા નિખાર આવે છે.
- ગાજરનો રસ કાઢી તેના કુચાનો આઈપેડ તરીકે ઉપયોગ કરવાથી કાળા ધાબા દુર થાય છે.
- ગુલાબજળ નિયિમત લગાડવાથી ત્વચા મુલાયમ બને છે.
- સંતરાની સુકી છાલમાં મુલતાની માટી અને ગુલાબજળ ભેળવી ફેસપેક લગાડવાથી ત્વચા નિખરી ઊઠશે.
- ઈંડાની સફેદીમાં જવનો લોટ અને મધ ભેળવી ચહેરા અને ગરદન પર લગાડી ૧૫ મિનિટ બાદ હુંફાળા પાણીથી ધોઈ નાખવું.
- દ્રાક્ષના રસમાં ઈંડાની સફેદી અને થોડી મુલતાની માટી ભેળવી ચહેરા, હાથ-પગ પર લગાડવાથી ત્વચામાં રંગત આવશે.
- પાકા કેળાંને મસળી ચહેરા પર લગાડવું. તેનાથી ત્વચામાં કસાવ આવશે અને આંખની આસપાસના કાળા કુંડાળાથી રાહત મળશે.
- એક મોટા સફરજનના બારીક ટુકડા કરી ચહેરા પર લગાડવા ૧૫ મિનિટ બાદ ટુકડા હટાવી ચહેરો ધોઈ નાંખવો.
- ચહેરા પરનો મેક અપ દુર કરવા અથવા ત્વચાની સફાઈ માટે કાચા દૂધનો ઉપયોગ કરવો.
- મીનાક્ષી તિવારી


