અજમાવી જૂઓ .
- માસિક ધર્મમાં દુખાવાથી રાહત પામવા ૮-૧૦ બદામ પાણીમાં રાતના પલાળવી સવારે તેની છાલ ઉતારી ચાવી ચાવીને ખાવી.આ પ્રયોગ માસિક ધર્મના ૧૫ દિવસ પહેલાં કરવો.બદામને નિયમિત સવાર સાંજ નાસ્તા પહેલાં ચાવીને ખાવી.
- ગ્રેવીને બ્રાઉન કરવી હોય તો તેમા થોડી ઈન્ટસ્ટન્ટ કોફી ભેળવવી.
- નેઇલ પોલીશને લાંબા વખત સુધી ઉપયોગમાં લેવી હોય અને સુકાતી બચાવવી હોય તો તેને રેફ્રિજરેટરમાં મુકવી.
- પાણીમાં મીઠું અને લીંબુનો રસ ભેળવી કાચના વાસણો સાફ કરવાથી વાસણો ચકચકિત થશે.
- ગુંદર જામી ગયો હોય તો તેને વાપરવા યોગ્ય કરવા માટે ગુંદરમાં થોડું વિનેગાર ભેળવવું.
- કાંદા ખમણતી વખતે આંખમાંથી આસુ ન આવે માટે કાંદાની છાલ ઉતારી એલ્યુમિનિયમ ફોઇલમાં વીંટાળી રેફ્રિજરેટરમાં બે કલાક રાખી ખમણવા.
- વધારાની કેકને તાજી રાખવા માટે તેની સાથે ડબામાં બ્રેડની સ્લાઇસ મૂકવી.
- બે કપ પાણી ઉકાળવું તેમાં ૧૦-૧૫ તુલસીના પાન તથા થોડા મરી દાણા અને ચપટી સાકર નાખી બરાબર ઉકળે એટલે ચૂલા પરથી નીચે ઉતારી ઠંડુ પડવા દેવું. ગાળીને દિવસમાં ત્રણ વખત પીવાથી હાઇ બ્લડ પ્રેશરમાં લાભ થશે.
- ટામેટાંનો જ્યુસ માફક આવતો હોય તે વ્યક્તિ તાવ આવે ત્યારે પીએ તો ગરમી શાંત થશે અને તૃષા છીપાશે.
- કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા ડાઘાયુક્ત ભાગને ગરમ દૂધમાં ૩૦ મિનિટ ડૂબાડી રાખી બ્રશથી ઘસવું.
- સંતળાઇ રહેલા કાંદાની તીવ્ર ગંધ સહન ન થતી હોય તો તેમાં ચપટી સાકર ભેળવવી.
- વાળમાં ખોડાથી છૂટકારો પામવા મેથીદાણા અને રાઇને વાટી વાળમાં લગાડવું.
- વાળને ચમકીલા કરવા વાળમાં ચણાનો લોટ લગાડવો તેમજ ચોખાના ઘોણથી ધોવા.
- જૂની રજાઈના કવર,બેડશીટ્સ અથવા સાડીમાંથી મનપસંદ આકાર તથા ડિઝાઇના તકિયા કવર બનાવી મોંઘવારીમાં બચત કરવી.
- મીનાક્ષી તિવારી