Get The App

અજમાવી જૂઓ .

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image


એલચી ખાવાથી મુખમાંથી કાંદા લસણની દુર્ગંધ નહીં આવે.

- મારબલ પરથી ડાઘા દૂર કરવા બોરેક્સ પાવડરમાં પાણી ભેળવી સાફ કરવું.

- કાંદાને થોડીવાર વિનેગારમાં પલાળી ખાવાથી મુખમાં તેની દુર્ગંધ નહીં રહે.

- ઓવનનો ઉપયોગ ન કરતાં હોઈએ ત્યારે તેમાં થોડા લવિંગ તથા હળદર ભભરાવી રાખવાથી ઓવનમાં જીવાત નહીં થાય.

- ફૂદીના તથા લીમડાના પાનને એક બાઉલમાં માઈક્રોવેવ ઓવનમાં રાખવાથી ઓવનમાં ઝીણી ઝીણી વાંદી થશે નહીં.

- સોડા બાઈ કાર્બ તથા મીઠાને સપ્રમાણ ભેળવી દાંતે ઘસવાથી પેઢાની તકલીફ દૂર થશે.

- જોડાને સાફ કરવા વાસી પાંઉનો ટૂકડો ઘસવો.

- જોડાને પોલીશ કરતાં પૂર્વે બ્રશનો હિટર અથવા લેમ્પ પાસે મૂકી ગરમ કરી પોલીશ કરવાથી જોડાં ચકચકિત થશે.

- સાદી કેકમાં બે ચમચી વાટેલી બદામનો ભૂક્કો નાખવાથી કેક ફૂલશે.

- જે સ્ત્રીને માસિક ધર્મમાં અધિક રક્ત વહેતું હોય તેણે બે પાકા કેળામાં બે આંબળાનો રસ ભેળવી દિવસમાં ત્રણ ચાર પીવાથી ફાયદો થશે. બે-ત્રણ આંબળાના ગરમાં બે ગ્રામ જેટલું મધ ભેળવી સવાર સાંજ ચાટવું અથવા વીસ ગ્રામ આંબળના ગરમાં એક ગ્રામ જીરૂ અને થોડી ખડી સાકર ભેળવવી. તાજા આંબળા ન મળે તો સૂકા આંબળાને રાત્રે ભીંજવી સવારે મસળી જીરૂ તથા ખડી સાકર ભેળવી ખાવું.

- ભોજનમાં કોથમીરનો ઉપયોગ અધિક માત્રામાં કરવાથી માસિક ધર્મમાં રક્તસ્રાવ સામાન્ય છે. દસ- દસ ગ્રામ ધાણાનો ભૂક્કો તથા ખડી સાકર એક કપ પાણીમાં ઉકાળી ઠંડુ થાય પછી પીવું. સવાર- સાંજ ૧૫ દિવસ પીવાથી અધિક ઋતુસ્રાવની તકલીફથી છૂટકારો મળશે.

- મીનાક્ષી તિવારી

Tags :