અજમાવી જૂઓ .
- શાકને સમારતાં પહેલાં ધોવું જરૂરી છે.
- શાકને વધારે પડતું બારીક સમારવું નહીં. તેનાથી શાકમાં સમાયેલા પોષણ તત્વો નાશ પામે છે.
- પપૈયાની છાલને તડકામાં સૂકવી, બારીક પીસી લેપ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચા મુલાયમ થાય છે.
- મધને કદી ગરમ કરવું નહીં. કોઇ પણ વાનગીમાં મધ ભેળવવાનું હોય તો તે વાનગી ઠંડી પડે પછી જ મધ ઉમેરવું. ગરમ અથવા રંધાયેલું મધ જલદી પચતું નથી.
- રસોઇમાં ઊચ્ચગુણવક્તાયુક્ત જ તેલ વાપરવું. તેલ વધુ ગરમ ન થાય તેનું ધ્યાન રાખવું. તેલનું વધુ પ્રમાણમાં ગરમ થવાનો મતલબ છે તેમાંથી એક રસાયણ ઉત્પન્ન થાય છે જે પેટ માટે ફાયદાકારક નથી. તેથી વાસણ ગરમ થાય પછી જ તેમાં તેલ નાખવું.જેથી તેલ વધુ પડતુ ંગરમ થાય જ નહીં.
- ખટમીઠા ફળો જેમકે સંતરા, મોસંબી, કેળા વગેરેને દૂધમાં ભેળવવા નહીં. તેમાં રહેલી ખટાશને કારણે દૂધ ફાટવાની શક્યતા રહે છે.દૂધ-કેળા ખાવાથી કફ થવાની શક્યતા રહે છે.
- કડવા શાક જેમકે કારેલા, મેથી વગેરેની કડવાશ દૂર કરવાના પ્રયત્ન ન કરવા. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
- દાળ અને ફણગાવેલા કઠોળનું સેવન એક સાથે ન કરવું. બન્ને પ્રોટીનથી ભરપૂર હોય છે. તેથી તેમનું પાચન જલદી થતું નથી.
- પાંદડાયુક્ત ભાજીને દાંડી સાથે જ તોડવી તેની દાંડીમાં પણ વિટામિન હોય છે.
- પરવળ,કારેલા અને પાકા ટમેટાના બિયાં કાઢીને જ ઉપયોગમાં લેવા. કારણ કે તે શરીર માટે નકામા છે. શરીર તેને બહાર ફેંકી દે છે. તેથી જ ઉત્તમ છે કે તેને પહેલા જ કાઢી નાખવા.
- ડાયેટિંગ કરતા હો તો દિવસમાં થોડી થોડી માત્રામાં થોડું થોડું ખાવું. દરેક ભાણામાં પ્રોટીન હોવું જરૂરી છે. તેથી દાળ, ધાન્ય, ફળ અને શાકનું સેવન અવશ્ય કરવું.
- મશરૂમ ખાતા હોય તેણે આમલેટમાં કાંદા,ટમેટાંની સાથે સાથે મશરૂમનો પણ ઉપયોગ કરવો જેથી પેટ ભરાઇ જાય અન કેલરી પણ ઓછી રહે.
- મીનાક્ષી તિવારી