* મેંદાના લોટની ક્રિસ્પી પૂરી બનાવવા લોટમાં થોડું મોણ નાખવું. આ પૂરી ભેલ-સેવપૂરી તરીકે સારી લાગે છે.
કડવી દવા ખાતા પૂર્વે બરફનો ટુકડો મોંમા થોડીવાર રાખી દવા પીવાથી કડવાશ નહીં લાગે.
- બ્લ્યુ વૉશિંગ પાઉડરમાં સફેદ વસ્ત્રો ધોતાં પૂર્વે પાણીમાં થોડો સોડા નાખવાથી ડિટર્જન્ટના ડાઘા નહીં પડે.
- લાલ કાંદાનો રસ વાળના મૂળમાં લગાડવાથી વાળ સફેદ થતાં અટકશે ઉપરાંત વાળની લંબાઈ વધશે.
- વૉશિંગ મશીન તથા રેફ્રિજરેટર લાંબા સમય સુધી ઉપયોગમાં ન લેવાતા હોય તો તેમાં કોલસાના ટુકડા મૂકી દેવાથી તેમાં ફંગસ નહીં થાય.
- એલ્યુમિનિયમ કઢાઈમાંથી તેલની ચીકાશ દૂર કરવા 'સેન્ડ પેપર'થી કઢાઈ ઘસવી.
- કૉબીના પાનને પ્રેશરકૂકરમાં બાફી ને સૂંઘવાથી શરદીથી થતા શ્વાસની તકલીફમાં રાહત થાય છે. તે છાતીમાં જમા થયેલા કફને દૂર કરે છે.
- ૧૦ મિલિ લિટર લીમડાનું તેલ બે લિટર પાણીમાં ભેળવી ફૂલના છોડવામાં નાખવાથી છોડવાઓને પોષણ મળશે.
- ગંદી થઈ ગયેલ શીશીઓને સાફ કરવા શીશીમાં પાણી નાખી બાફેલા બટાકાની છાલ નાખી હલાવવું. ત્યારબાદ હૂંફાળા પાણીથી શીશી ધોઈ નાખવી.
- ઉપયોગમાં લેવાયેલ ચાની ભૂક્કીને ફેંકી દેવી નહીં. નળ નીચે રાખી એક વાસણમાં ભેગાં કરી તડકામાં સૂકવી છોડવાઓમાં નાખવાથી ઉત્તમ ખાતર થશે.
- માખી તથા મચ્છરને ફૂદીનાની ગંધ ગમતી નથી. તેથી બગીચામાં કામ કરવાની શરૂઆત કરો તે પહેલાં શરીરે ફૂદીનાનો રસ લગાડવો.
- કાંદાની દુર્ગંધ ન ગમતી હોય તો તેને સાંતળતી વખતે તેમાં સાકર ઉમેરવી કાંદાની ગંધ આવશે નહીં.
મિનાક્ષી તિવારી


