પેરૂના પાન ચાવવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે.
ગરમીમાં ચહેરાને ઠંડક પ્રદાન કરવા ચંદનની પેસ્ટ બનાવી લગાડવી.
- હીંગને પાણીમાં ઓગાળી કોગળા કરવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે.
- આંબળાના તેલથી માલિશ કરવાથી શરીર અને મગજને તાજગી મળે છે.
- આંબળાના સેવનથી રક્તશુદ્ધિ થાય છે. અને માંસપેશીઓ પુષ્ટ બને છે.
- એક બ્રાઉન બ્રેડ દૂધમાં ડૂબાડી ચહેરા પર હળવો રગડવો. ત્રણ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો.
- માસિક ધર્મમાં દુખાવાથી રાહત પામવા ૮-૧૦ બદામ પાણીમાં રાતના પલાળવી સવારે તેની છાલ ઉતારી ચાવી ચાવીને ખાવી.આ પ્રયોગ માસિક ધર્મના ૧૫ દિવસ પહેલાં કરવો.બદામને નિયમિત સવાર સાંજ નાસ્તા પહેલાં ચાવીને ખાવી.
- દૂધ જમાવતી વખતે એક ચમચી મિલક પાવડર નાખવાથી દહીં ઘટ્ટ જામે છે.
- પૂરીના લોટમાં રવો ભેળવવાથી પૂરી ક્રિસ્પી થાય છે.
- માઇગ્રેનથી રાહત પામવા ૧૦-૧૨ બદામ ચાવીને ચાવીને ખાવી.
- એક ચમચો મેથી દાણામાં એક કપ પાણી નાખી ઉકાળી સવાર-સાંજ પીવાથી અસ્થમામાં રાહત થાય છે.
- તુલસી,મેથી,લીમડો અને ફૂદીનાના પાન સમાન માત્રામાં લઇ વાટી લેવા અને લગભગ બમણી મુલતાની માટી તેમાં ભેળવી ચહેરા પર લગાડવાથી તૈલીય ત્વચાને ફાયદો કરે છે તેમજ ખીલમાં રાહત મળે છે.
- મીનાક્ષી તિવારી


