Get The App

અજમાવી જૂઓ .

Updated: May 5th, 2025

GS TEAM


Google News
Google News
અજમાવી જૂઓ                                                  . 1 - image


- ખાટા  ઓડકારથી રાહત પામવા પાણીમાં થોેડી વરિયાળી ઉકાળી  તેમાં સાકર નાખીને પીવું.

-  લીંબુનો રસ અને ગુલાબજળ ભેળવી ચહેરા પર લગાડવાથી કાળા ડાઘા દૂર થાય છે.

- ચા ના કૂચાની  ઘુણી  કરવાથી માખીનો ત્રાસ દૂર થાય છે.

-  દૂધીની તાજી છાલર ચહેરા પર ઘસવાથી  ત્વચા ચમકીલી થાય છે.

-  ઝાડામાં લોહી પડતું હોય તોે દાડમનો રસ પીવાથી લાભ થાય છે.

-  શરીર પરનો મેદ ઓછો કરવા  સવારે નરણે કોઠે લીંબુના પાણીમાં  મધ ભેળવી પીવું.

-   ફૂદીનાનો રસ પીવાથી કરમિયાથી છૂટકારો થાય છે.

-   લીંબુ તથા ચાનું પાણી  ભેળવી વાળ ધોવાથી વાળ મુલાયમ થાય છે. 

-   ફૂદીનાની પેસ્ટ ચહેરા પર લગાડવાથી ત્વચા નિખરે છે.

-  રોટલી બનાવવાના લોટમાં થોડો ચોખાનો લોટ ભેળવતા રોટલી હલકી અને ઝડપથી  પચે છે.

-   મુખમાંના ચાંદા પર રાહત પામવા મધ ભેળવેલ પાણીથી કોગળા કરવા.

-   દાઝ્યા પર કોપરેલ  લગાડવાથી ફોેડલા નથી થતા.

-  હોઠ ફાટી ગયા હો તો દૂંટી પર શુદ્ધ ઘી  લગાડવું.

-   ચહેરા પર કાકડી ઘસવાથી ત્વચા મુલાયમ થાય છે તેમજ નિખરે છે.

-   નરણા કોઠે તુલસીના પાંચ પાન ચાવવાથી યાદશક્તિ વધે છે.

-   સડેલા દાંતની   રાહત પામવા લીમડાના પાનને ઉકાળી કોગળા કરવા.

-  ૨ ચમચી ટામેટાનો રસ અને ૪ ચમચી ખાટી છાશ ભેળવી ચહેરા પર લગાડવાથી કાળાશ દૂર થાય છે.

- મીનાક્ષી તિવારી

Tags :