એક ચમચો દહીં, ચંદન પાવડર અને મસૂરદાળનાં લોટમાં થોડા ટીપાં લીંબુના રસમાં નાંખી ચહેરા પર લગાડવું. રંગ નિખરશે.
* ચામડાના જોડા અથવા બેગ પર કરચલીઓ પડી ગી તો વેસલિન લગાડી થોડી વાર પછી બ્રશ ફેરવવાથી કરચલીઓ આછી થઈ જશે.
- બેલ્ટ કે પાયજામામાં પડેલી ગાઠ કે પછી દોરીમાં પડેલી ગાંઠ ઉકેલાતી ન હોય તો તેને થોડી વાર પાણીમાં પલાળી દેવાથી ગાંઠ પાણીથી ફૂલીને નરમ થઇ જશે. અને ગાંઠ સરળતાથી ઉકેલાઈ જશે.
- પ્લાસ્ટિકને સાફ કરવા તેના પર મીઠો સોડા નાખી રગડીને ભીના કપડાથી સાફ કરવાથી પ્લાસ્ટિક ચકચકિત થઇ જશે.
- પેટમાં બળતરા થતી હોય તો લવિંગ અને ખડી સાકર ભેળવી વાટી જરૂર પૂરતું પાણી ઉમેરવું. પેસ્ટ જેવું બનાવી પાણી સાથે લેવાથી ઠંડક થશે.
- મરીનો ભૂકોે બાળી તેનો ધૂમાડો લેવાથી હેડકી બંધ થાય છે.
- એક ચમચો આમળાનો ભૂક્કો,એક ચમચો બહેળા,એક ચમચો ત્રિફળાને ભેળવી તેનાથી વાળ ધોવાથી વાળ કાળા સુંદર અને ઘટ્ટ રહે છે.
- વાળની જડમાં દહીં લગાડી બરાબર મસાજ કરી પંદર મિનિટ રાખી વાળ ધોવાથી વાળ મુલાયમ થશે.તેમજ ખોડાની ફરિયાદ દૂર થશે.
- લાલ મરચું પીસતી વખતે તેમાં એક ચમચો સરસવનું તેલ નાખવાથી મરચાંની ધાંસ નહીં ઊડે. એટલે કે આંખ,નાક,હાથ વગેરેમાં મરચાંથી બળતરા નહીં થાય.
- જખમને ઇન્ફેકશન ન લાગે અને સેપ્ટિકથી બચાવવા માટે જખમને પાણીથી ધોવો.
- મિનાક્ષી તિવારી


