હુંફાળા પાણીમાં લીંબુનો રસ તેમજ મીઠું ભેળવી કોગળા કરવાથી ગળાની સામાન્ય તકલીફ હોય તો તે દૂર થાય છે.
પેશાબના ઇન્ફેકશનમાં નાળિયેર પાણી ફાયદો કરે છે.
- એરડિંયાના પાન સાંધાના દુખાવા પર વાટીને લગાડવાથી ફાયદો કરે છે.
- એક બ્રાઉન બ્રેડને દૂધમાં ડૂબાડી તેને ચહેરા પર હળવોરગડવો, ત્રણ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. ત્વચા નિખરશે.
- તલ, બદામ અને સરસવનું તેલ ભેળવી ધીરે-ધીરે માથા તથા કપાળ પર મસાજ તરીકે લગાડવાથી માથાના દુખાવાથી રાહત થાય છે.
- બટાટાના કોફ્તા બનાવતી વખતે બટાકાના છૂંદામાં પનીર ભેળળળું અથવા બ્રેડની બે સ્લાઇસ લઇ તેની કિનારી દૂર કરી ભેળવવવાથી ખોપ્તા ક્રિસ્પી બને છે.
- શિયાળામાં કોલ્ડ ક્રીમના બદલે તેલ લગાડવાથી ત્વચા મુલાયમ રહે છે.
- ફરસીપૂરીમાં ડાલ્ડા તથા તેલનું મોણ નાખી બનાવવાથી ફરસીપૂરી ક્રિસ્પી બને છે.
- કોલીફ્લાવરને છૂટું કરી તેને હુંફાળા પાણીમાં રાખવું અને તેમાં એક ચમચી મીઠું નાખવું. એ કલાક બાદ ધોવું તેમાં ઝીણી જીવાત હશે તો નીકળી જશે.
- ચણા પલાળતા ભૂલી ગયા હો તો ઉકળતા પાણીમાં ચણા નાખી થોડો સોડા નાખવો અથવા કાચા પપૈયાના બે-ચાર ટુકડા નાખવા.
- અપચો અથવા તો ખોરાક પચતો ન હોય તેમણે સંતરાના રસમાં શેકેલા જીરાનો ભૂક્કો ભેળવી પીવાથી પેટનો ગેસ તથા અપચો દૂર થશે.
- મીનાક્ષી તિવારી


