ચણાના લોટમાં થોડો મકાઇનો લોટ ભેળવીપકોડા બનાવાથી પકોડા ક્રિસ્પી બને છે.
ઢોકળા તેમજ ઇડલી માટે આખા અડદ લેવાથી વધુ સારા થાય છે.
- કોઇ પણ એક ફળના નાના ટુકડાને છુંદી તેમાં એક ચમચો ગુલાબજળ, એક ચમચો મધ, બદામનો કરકરો ભુક્કો ભેળવી પેસ્ટ બનાવવી. આ પેસ્ટને ચહેરા પર રોટેશન મેનરમાં દસ મિનિટ સુધી મસાજ કરવો અને હુંફાળા પાણીથી ધોઇ નાખવું.
- નોનસ્ટિક વાસણમાં લોટ બાંધવાથી લોટ ચોંટશે નહીં.
- ખીર કે દૂધ બળી જાય તો તેને બીજા વાસણમાં ઠાલવી તેમાં નાગરવેલના પાન નાખી ધીમા તાપે ગરમ કરવું. અથવા તો તેમાં થોડું કન્ડેસ મિલ્ક ભેળવી દેવું.
- પાણીમાં લીંબુ નીચોવી કોગળાકરવાથી મુખદુર્ગંધથી છુટકારો મળે છે.
- કેચઅપથી તાંબાના વાસણને ઘસવાથી સ્વચ્છ થાય છે.
- ઝીણાં સમારેલા કાંદા-કેપ્સિકમમાં ચીઝ, મરી અને મીઠું ભેળવી, બટર લગાડેલા બ્રેડ પર મૂકી ટોસ્ટ કરવાથી સ્વાદિષ્ટ લાગે છે.
- ઇડલી સંભારના સંભારમાં મેથીનો વઘાર સ્વાદિષ્ટ લાગે છે.
- બટાકા પૌંઆ વધી પડયા હોય તો તેમાં સાંતળેલા કાંદા,કોપરૂ તેમજ બીજો ભાવતો મસાલો નાખી સમોસા કરવા.
- પંજાબી સમોસા બનાવતી વખતે બાફેલા બટાટાને બદલે બટાકા ઝીણા સમારી તેલમાં વઘારીને નાખવાથી સમોસા સ્વાદિષ્ટ થશે.
- મીનાક્ષી તિવારી


